Home remedies for cough and cold: શરદી-ખાંસી માટે દાદીમાંના 10 નુસ્ખા

Webdunia
મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (18:36 IST)
શરદી-ઉધરસની સમસ્યા બહુ સામાન્ય છે અને હાલ જ્યારે શિયાળો ચાલી રહ્યો છે ત્યારે દર ત્રીજી-ચોથી વ્યક્તિને આપણે આ સમસ્યાથી પીડાતી જોઇ શકીએ છીએ.
આવામાં ડોક્ટર પાસે દોડવાને બદલે તમે કેટલાંક સામાન્ય ઘરેલું નુસખા અજમાવીને આ સમસ્યામાંથી મુક્તિ મેળવી શકો છો. 
1. ગરમ પાણીમાં થોડું મીઠું નાંખી પાણીના કોગળા કરો, આમ કરવાથી તમારા ગળાને રાહત મળશે. 
ALSO READ: હાઈ બ્લડ પ્રેશર માટે 6 અસરકારક ઉપાય, રુદ્રાક્ષના સ્પર્શ માત્રથી પણ બ્લડ પ્રેશર ઘણી હદે ઓછુ થઈ જાય છે
2. કોફી અને ચા જેવું ગરમ પીણું પીતા રહો. હુંફાળુ પાણી પણ પી શકો છો. 
 
3. ગરમ પાણીમાં હળદરનો પાવડર, આદુનો પાવડર અને એક ચમચી મધ ઉમેરો. આનાથી તમને કફમાં જ રાહત નહીં મળે પણ તમારા શરીરનો દુખાવો, શરદી તેમજ માથાનો દુખાવો પણ દૂર થઇ જશે. 
 
4. શરદી માટે, ગરમ સ્ટીમ અર્થાત્ નાસ લેવો એ સૌથી ફાયદાકારક માર્ગ છે. આ માટે માર્કેટમાં સ્ટીમ મશીન મળે છે અને જો એ ન ખરીદવું હોય તો ઉકળતા 
ALSO READ: પ્રેશર કૂકરમાં નથી, કઢાઈમાં બનાવેલું ભોજન હોય છે વધારે હેલ્દી જાણો છો શા માટે?
પાણીમાં તમે વિક્સ, નિલગિરીનું તેલ કે નાસ લેવાની કેપ્સ્યુલ નાંખીને નાસ લઇ શકો છો. આ પ્રક્રિયા તમને બહુ જલ્દી રાહત આપશે. 
5. જ્યારે ચા બનાવતા હોવ ત્યારે તેમાં તુલસીના પાંદડા અને પીસેલું આદુ તેમજ મરી નાંખો, શરદી - ખાંસીમાં આ પીણું તમને સારી એવી રાહત પૂરી પાડશે. 
 
6. શરદી અને ખાંસીથી પીડાતી વ્યક્તિએ ચ્યવનપ્રાશ(આયુર્વેદિક ટોનિક) કે આંબળાનો મુરબ્બો ખાવાનો રાખવો જોઇએ. આમાં વિટામિન સીની ભરપુર માત્રા હોવાથી તમને શરદી-ખાંસી સામે રોગપ્રતિકારક ક્ષમતા મળી રહેશે.
 
7. સૂકી ખાંસીમાં તરત આરામ મેળવવા આદુંના એક કટકા કાપી એમાં મીઠું છાંટી પછી એને થોડા મિનિટ ચાવો . જો આદું અને તુલસીના પાન સાથે મિક્સ કરી ચાવો તો ઠંડ અને કફ બન્નેથી જ આરામ મળશે. 
 
8. લસણથી ભગાડો શરદી
લસણને રોગાણુરોધી માન્યા છે આથી આ શરદી અને કફને પ્રાકૃતિક રૂપથી ઠીક કરે છે એના પ્રયોગ કરવા માટે 4-5 લસણની કલીને છોલીને થોડા ઘીમાંસ શેકીને ગરમ ગરમ ખાવો . 
 
9. અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વાર સુંઘવાથી શરદી ઓછી થાય છે અને છીંક પણ ઓછી થાય છે.
 
10.  થોડુક આદુ, અજમો (1 ચમચી), લવિંગ (5), કાળા મરી (3), મેથી (1 ચમચી), તુલસી અને ફુદીનાના પાન (10) અ બધી જ વસ્તુઓનો ઉકાળો બનાવીને સાકર ભેળવીને દિવસમાં બે વખય જ્યાર સુધી આરામ ન થાય ત્યાર સુધી લેવો. 

Gujarati Essay - Holi અથવા હોળી પર નિબંધ

ફ્રૂટ થીમ પર બર્થડે પાર્ટી કોની હતી

શુ આપ જાણો છો કેળાના છાલટાના ફાયદા ?

ઘરની આર્થિક તંગી દૂર કરવા સોમવારે કરો આ ઉપાય઼

જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ 24/09/2018

સંબંધિત સમાચાર

ઘરની આર્થિક તંગી દૂર કરવા સોમવારે કરો આ ઉપાય઼

See video- જુઓ કેવી રીતે કરશો શ્રાદ્ધ ? જાણો શ્રાદ્ધ કરવાની ...

Pitru paksha 2018- શ્રાદ્ધની તિથિ ખબર ન હોય તો ક્યારે કરવું શ્રાદ્ધ જાણો?

પિતૃપક્ષ દરમિયાન શુ ન કરવુ જોઈએ ?

શનિવારે રાશિ મુજબ કરશો આ ઉપાય તો મળશે સુરક્ષાનું વરદાન

રસગુલ્લા

હેલ્થ ટિપ્સ - ભાત ક્યારે ખાવો ક્યારે નહી ?

લવ ટિપ્સ : 10 વાતો જે છોકરીઓને સાંભળવી ગમે છે

ફળ અને શાકના છાલટા ઘણા ઉપયોગી

નસકોરા બોલાવવાની સમસ્યાને દૂર કરવા આ 7 ઉપાય અજમાવો

આગળનો લેખ