દેશપ્રેમ નિબંધ

Webdunia
બુધવાર, 8 ઑગસ્ટ 2018 (18:41 IST)
26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ આવતા જ લોકો મોટા મોટા સાઉંડ સ્પીકર લગાવીને દેશ ભક્તિના ગીતો વગાડવા લાગે છે. કારની ઉપર કે બાઈક પર મોટો ઝંડો લગાવી લે છે. માથા પર તિરંગાની જેમ ટોપી કે સાફો પહેરે છે કહેવા મુજબ આ છે કે શું તમે આ બધાને દેશપ્રેમ કહેશો. 

દેશમાં તમને ઠેર ઠેર રાષ્ટ્રગીતો, દેશભક્તિના ગીતો સાંભળવા મળશે.. ધ્વજ કાર પર, બાળકોના હાથમાં અને ઠેર ઠેર લટકાવેલા જોવા મળશે. શુ બે દિવસ દેશભક્તિના ગીતો ગાવાથી કે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને જ આપણી ફરજ પૂર્ણ થઈ જાય છે ? આપણો માત્ર 26 જાન્યુઆરી અને 15 ઓગસ્ટ સુધી જ સીમીત છે ? દેશે કેવી રીતે આઝાદી મેળવી એ વાત તો હવે સૌ કોઈ જાણે છે.. પણ આ આઝાદીની ગરિમા કાયમ રાખવી એ ફરજ કોણી છે ? પોલીસની ? સૈનિકની ? નહી આ બે તો માત્ર પહેરેદારો છે. ભારતની સ્વતંત્રતા અને તેની સંસ્કૃતિને સાચવવી એ દરેક ભારતીયની ફરજ છે. તેનુ કર્તવ્ય છે. તેનો ધર્મ છે. 

દેશમાં વધતો આતંકવાદીઓનો ત્રાસ એટલો નથી દુ:ખી કરતો જેટલી દેશમાં હાલ બની રહેલ ઘટનાઓ, દેશમાં ઘટતી મહિલાઓની સુરક્ષા, નાની બાળકીઓથી માંડીને મહિલાઓ સાથે વધતી જતી બળાત્કારની ઘટનાઓ.. આ બધુ જોઈને માથુ શરમથી નમી જાય છે. શુ આ એ જ ભારત છે જે રામ અને કૃષ્ણની જન્મભૂમિ છે... શુ આ એ જ ભારત છે જ્યા શહીદોએ ભારતમાતાને અંગ્રેજોની કેદમાંથી આઝાદ કરવા પોતાનું લોહી રેડ્યુ હતુ ? તો પછી એ જ ભારતની ભાવિ સંતાન આટલી વહેંશી કેવી રીતે હોઈ શકે.. ? કેમ આજે એ જ ભારતીય પુરૂષ વાસનામાં અંધ થઈને સ્ત્રીને બેઈજ્જત કરી રહ્યો છે.  શુ આઝાદી પછી આપણે આ જ મેળવ્યુ છે.. આપણે દુનિયામાં એક નોંધપાત્ર સ્થાન મેળવ્યુ પણ આપણે નૈતિકતાની દ્રષ્ટિએ આટલા નીચે કેમ આવી ગયા ? 

ઘણા નેતાઓએ અને ઘણા ભારતીય ધર્મગુરૂઓએ આ માટે જાણે અજાણે સ્ત્રીઓને દોષ આપ્યો, સ્ત્રીઓના પહેરવેશને દોષ આપ્યો, પણ આ બધી પુરૂષસમાજની પોકળતા છે. જો તમે ફિલ્મોને કે પશ્વિમી સંસ્કૃતિને અનુસરીને પુરૂષ હોવા છતા વાળ વધારી શકો છો, કાનમાં બુટ્ટી પહેરી શકો છો, બરમુડા પહેરી શકો છો. આવડતા ન હોય છતા સ્ટટ કરવાના પ્રયત્નો કરો છો, તો પછી સ્ત્રીઓને પણ પશ્ચિમી સંસ્કૃતિ કે ફિલ્મોને અનુસરવાનો અધિકાર કેમ નથી. દરેકને પોતાની રીતે સ્વતંત્ર રીતે પહેરવા ઓઢવાનો અધિકાર છે અને દરેક સ્ત્રી પોતાની હદ જાણે છે. નજર તો પુરૂષસમાજની સ્ત્રીઓ પ્રત્યે બદલાય રહી છે તેથી જ તો આજે ફૂલ જેવી માસુમ બાળકીઓ પણ સુરક્ષિત નથી રહી. 

બદલવો પડશે સમાજ પણ કોણ બદલશે ? કોઈએ કોઈ અવતારના આગમનની રાહ જોવાની જરૂર નથી. આ સમાજ આપણો છે અને આપણે જેવુ કરીશુ તેવો જ સમાજ બનશે. દેશને બાહ્ય દુશ્મનોથી જ નહી આંતરિક દૂષણોથી બચાવવો પણ ખૂબ જ જરૂરી છે. 26 જાન્યુઆરીએ કે 15મી ઓગસ્ટે દેશભકતિનો જો તમારામાં થોડો ઘણો પણ જોશ આવતો હોય તો તમારે પણ દેશ માટે કંઈક કરવુ પડશે. તમારે બંદૂક લઈને સીમા પર ઉભા નથી રહેવાનુ કે નથી તમારે આતંકવાદીઓનો સામનો કરવાનો.. બસ તમે તો માત્ર એક લો કે તમે ક્યારેય કોઈ સ્ત્રીને બેઆબરૂ નહી કરો.. સ્ત્રીઓનું હંમેશા સન્માન કરશો.. લઈ શકો છો આવી શપથ.. ? 

લીલવાની કચોરી

Health Tips - અંકુરિત ચણા હેલ્ધી ઘણા

આ રીતે ઘરે જ બનાવો જલજીરા

Gujarati Jokes - ખાવી જ છે ને પરણવુ થોડુ છે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાઅડિયામાં શું છે ખાસ 24 સેપ્ટેમબરથી 30 સેપ્ટેમબર સુધી

સંબંધિત સમાચાર

હરિદ્વારના બ્રહ્મકુંડમાં જ કેમ કરાય છે અસ્થિ વિસર્જન?

શ્રાદ્ધ પક્ષમાં ખાન-પાનની આ વાતોંની કાળજી રાખવી

Pitru Paksh 2018: કેવી રીતે કરશો શ્રાદ્ધ

શ્રાદ્ધ પક્ષ - આ છે બ્રાહ્મણોને ભોજન કરાવવાની સાચી રીત

નવરાત્રી પહેલા કરી લેશો આ એક કામ તો, તરત ભરી જશે તમારી તિજોરી

ઘરમાં ખુશહાલી માટે અજાણ પુરૂષો સાથે સંબંધ બનાવે છે મહિલાઓ

નવરાત્રિ :ગરબા માટે ખાસ બ્યુટી ટીપ્સ

શ્રાદ્ધ પક્ષમાં ખાન-પાનની આ વાતોંની કાળજી રાખવી

નવરાત્રી - ગરબા રમવાથી થતા શારીરિક ફાયદા જાણી લો

શ્રાદ્ધ પક્ષ - આ છે બ્રાહ્મણોને ભોજન કરાવવાની સાચી રીત

આગળનો લેખ