Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

ધન
આ મહિને દરેક ધનુ સકારાત્મક ઉર્જાની નવી લહેરનો આનંદ ઉઠાવી શકે છે. બુધના પ્રભાવને કારણે નિર્ણય લેવાની તમારી ક્ષમતા ત્વરિત અને કલ્પનાશીલ રહેશે. સંતાન પક્ષ તરફથી સુખ મળશે અને શુભ સમાચારની પ્રાપ્તિ થશે. જો તમારી સંતાન શિક્ષા પ્રતિયોગિતામાં બેસવા જઈ રહી છે તો સફળતાની પુરી પુરી શક્યતા છે. તમારી બુદ્ધિ પણ પ્રખર રહેશે. તમે ભવિષ્યમાં થનારી ઘટનાઓનો પૂર્વાભાસ કરી લેશો અને જો કોઈ હરીફાઈમાં બેસવા જઈ રહ્યા છે તો આ મહિનાના અંત સુધી સફળતા પ્રાપ્ત કરી લેશો. જો કાર્યક્ષેત્રમાં સ્થાનાંતરણના યોગ બન્યા છે તો મહિનાનો અંતિમ સમય ખૂબ પ્રભાવશાળી રહેશે. તમારા ઘરમાં સુખ સુવિદ્યાઓનો સમાવેશ રહેશે અને પરિવારને શુભ સમાચારની પ્રાપ્તિ પણ થશે. જો તમે વિવાહ યોગ્ય છો તો વિવાહનો પ્રસ્તાવ પણ આ સમયે આવવાની શક્યતા છે. આ મહિનો ભૂમિ ભવન અને વાહન ખરીદવા માટે સારો રહેશે.