Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

લગ્ન કરવા કે નહી ? વિચારવા માટે કેટલો સમય લે છે છોકરીઓ

લગ્ન કરવા કે નહી ? વિચારવા માટે કેટલો સમય લે છે છોકરીઓ
, બુધવાર, 2 જાન્યુઆરી 2019 (13:23 IST)
છોકરો હોય કે છોકરી લગ્નનો નિર્ણય  દરેક માટે મહત્વનો હોય છે.  આવામાં લવ કે અરેંજ મેરેજમાં સમજી વિચારીને જવા આપવો યોગ્ય છે. ખાસ કરીને છોકરીઓ માટે. લગ્ન કરો કે ન કરો કે ક્યારે કરો જેવા સવાલ હંમેશાથી જ છોકરીઓને પરેશાન કરતા રહે છે. પણ હવે તમારે ટેંશંન લેવાની જરૂર નથી. તાજેતરમાં થયેલ શોધે યુવતીઓના આ બધા સવાલોના જવાબ શોધી લીધા છે..
webdunia
172 દિવસમાં લવ મેરેજ કરવાનો નિર્ણય લે છે છોકરીઓ 
 
આ શોધ 2000 લોકો પર કરવામાં આવી. જેમા પરણેલા અને કુંવારા બંને પ્રકારના લોકોનો સમાવેશ છે. આ બધા લોકોને કેટલાક સવાલ પૂછવામાં આવ્યા જેવા કે તમે કોઈને ક્યારેય ડેટ કરી છે. ? શુ તમે તેમની સાથે જ લગ્ન કર્યા ? લગ્નનો નિર્ણય લેવામાં કેટલો સમય લાગ્યો વગેરે.   શોધ કરનારાઓ એ પરિણામ પર પહોંચ્યા કે દરેક વ્યક્તિને લવ મેરેજનો નિર્ણય લેવામાં સરેરાશ 172 દિવસનો સમય લાગે છે. જો કોઈ અચાનક આ નિર્ણય લે છે તો કોઈ પરિણામ પર પહોંચતા પહેલા તેમા અનેક ફેરફાર કરે છે. 
 
સિંગલ લોકોને લાગે છે 210 દિવસ 
 
શોધમાં બતાવ્યુ છે કે જે લોકો સિંગલ છે તેમને લગ્નનો નિર્ણય લેવામાં સરેરાશ 210 દિવસનો સમય લાગે છે. તેમના મુજબ કોઈની સાથે રિલેશનશિપ શરૂ કર્યા પહેલા 3 મહિના હનીમૂન પીરિયડની જેવા હોય છે. જેમા પાર્ટનરની દરેક વાત સારી લાગે છે. પણ ધીરે ધીરે લાઈફની હકીકત સામે આવે છે.  બીજી બાજુ સિંગલ લોકો પાએ કોઈ વિકલ્પ હોતો નથી. જેને કારણે તેઓ પ્રેકટીકલ સમજી વિચારીને લગન્નો નિર્ણય લે છે. જેને કારણે તેમને નિર્ણય પર પહોંચવામાં વધુ સમય લાગે છે. 
 
ઉતાવળ ન કરવી જોઈએ 
 
રિસર્ચર્સ નુ કહેવુ છે કે છોકરો હોય કે છોકરી દરેકે સમજી વિચારીને જ લગ્નનો નિર્ણય લેવો જોઈએ. લગ્ન જેવા નિર્ણય ક્યારેય પણ ઉતાવળમાં ન લેવા જોઈએ કારણ કે પ્રેમમાં પડવાના ત્રણ મહિના પછી તમને લગ્ન કરવાનુ મન હોય તો આગામી ત્રણ મહિના પછી આ નિર્ણય્માં ફેરફાર આવવો નક્કી છે. 
 
લગ્ન માટે બેસ્ટ છે  29ની વય 
 
લગ્નથી સંબંધિત એક અભ્યાસ મુજબ લગ્ન માટે 29ની વય પરફેક્ટ છે. આ વયમાં છોકરા છોકરી શારીરિક જ નહી પણ માનસિક રૂપે પણ તૈયાર થાય છે. તેથી રિસર્ચરનુ માનવુ છે કે આ વયમાં લગ્નનો નિર્ણય કરવો એકદમ યોગ્ય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લીંબૂના છાલટાથી મિનિટોમાં દૂર કરો સાંધાનો દુખાવો જાણો કેવી રીતે