Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ઉપાય તમને બનાવી શકે છે ધનવાન, આજથી જ કરો શરૂઆત..

આ ઉપાય તમને બનાવી શકે છે ધનવાન, આજથી જ કરો શરૂઆત..
, ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (18:14 IST)
અનેકવાર આપણા પાસે પૈસાની કમી નથી તેમછતા પૈસા દેખાતો નથી. ઘરમાં બરકત રહેતી નથી. પૈસા તો ખૂબ આવે છે પણ તેના આવતા પહેલા જ ખર્ચના રસ્તા બની જાય છે. જો તમે પણ આ જ પ્રકારની પરેશાનીનો સામનો કરી રહ્યા છો તો આ ઉપાય તમારી મદદ કરી શકે છે. ક્યારેક ક્યારેક આ સમસ્યા માટે વાસ્તુદોષ જવાબદાર હોય છે. 
 
જો ઘરમાં કોઈ પ્રકારનો વાસ્તુદોષ હોય તો પણ ધન એકત્ર થઈ શકતુ નથી. વાસ્તુશાસ્ત્રમં કેટલક એવા ઉપાય બતાવ્યા છે જેને અજમાવીને તમે ધનનો સંગ્રહ કરી શકો છો. આ સાથે જ જો યોગ્ય રીતે આ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ જલ્દી જ કરોડપતિ બની જાય છે.  આવો તમને બતાવીએ તેના વિશે.. 
 
- જો તમારો બેડરૂમ પ્રવેશદ્વારની સામેની દિવાલના ડાબી બાજુના ખૂના પર છે તો ત્યા ધાતુની કોઈ વસ્તુ લટકાવીને મુકી શકો છો. વાસ્તુશાસ્ત્ર મુજબ આ સ્થાન ભાગ્ય અને સંપત્તિનુ ક્ષેત્ર માનવામાં આવે છે. 
- ઘરમાં તૂટેલા વાસણ અને નકામી વસ્તુઓ જમા ન કરો. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ધનમાં વૃદ્ધિ થતી નથી. 
- ધનમાં વૃદ્ધિ અને બચત માટે તિજોરી અથવા ધન મુકવાની તિજોરીને દક્ષિણની દિવાલ તરફ એ રીતે મુકો કે તેનો મોઢુ ઉત્તર દિશા બાજુ રહે. પૂર્વ દિશા તરફ તિજોરીનો મોઢુ મુકતા પણ ધનમાં વૃદ્ધિ થાય છે પણ ઉત્તર દિશા ઉત્તમ માનવામાં આવી છે. 
 
-નળમાંથી પાણી ટપકતુ રહેવુ વાસ્તુશાસ્ત્રમાં આર્થિક નુકશાનનુ મોટુ કારણ માનવામાં આવે છે. ઘણા લોકો તેને અનદેખુ કરી શકે છે. વાસ્તુ મુજબ નળમાંથી પાણીનુ ટપકતા રહેવુ ધીરે ધીરે ધન ખર્ચનો સંકેત આપે છે.  જો નળમાંથી પાણી ટપકી રહ્યુ હોય તો તેને તરત જ હટાવી લો. 
 
નળની નિકાસી અનેક વસ્તુઓને પ્રભાવિત કરે છે. જેના ઘરમાં જળની નિકાસી દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં હોય છે તેમને આર્થિક સમસ્યાઓની સાથે અન્ય અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ધ્યાન રાખો કે ઉત્તર દિશા અને પૂર્વ દિશામાં જળની નિકાસીને આર્થિક દ્રષ્ટિથી શુભ માનવામાં આવે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુરૂવારે શુ કરવુ શુ ન કરવુ જોઈએ - Guruvar Na karsho aa kaam