વાસ્તુ મુજબ કેવો હોવો જોઈએ આપનો પૂજા રૂમ

શનિવાર, 4 ઑગસ્ટ 2018 (11:06 IST)
ઘરમાં પૂજાના રૂમનું સ્થાન સૌથી મહત્વ હોય છે. આ તે જ્ગ્યા હોય છે જ્યાંથી આપણે પરમાત્મા સાથે સીધો સંવાદ કરી શકીએ છીએ. એવી જ્ગ્યા જ્યં મનને સૌથી વધારે શાંતિ અને આનંદ મળે છે. પ્રાચીન સમયમાં ખાસ કરીને પૂજાનો રૂમ ઘરની અંદર નહોતો બનાવવામાં આવતો. ઘરની બહાર એક અલગ સ્થાન દેવતા માટે રાખવામાં આવતું હતું જેને પરિવારનું મંદિર કહેવામાં આવતું હતું. બદલાતા જમાનાની સાથે અલગ પરિવારનું ચલણ વધી રહ્યું છે એટલા માટે પૂજાનો રૂમ પણ ઘરની અંદર જ બનાવવામાં આવી રહ્યો છે. વાસ્તુ અનુસાર પૂજા ઘરનું સ્થાન નિયોજન અને સજાવટ કરવામાં આવે તો સકારાત્મક ઉર્જા અવશ્ય પ્રવાહિત થાય છે. 

સ્થાન : પૂજાનો રૂમ ઘરની ઉત્ત્ર-પૂર્વ ખુણામાં બનાવવાથી શાંતિ, આરામ, ધન, પ્ર્સન્નાતા અને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે. પૂજા ઘરના ઉપર અને નીચેના માળે શૌચાલય કે રસોડુ ન હોવું જોઈએ. સીડીઓની નીચે પૂજાનો રૂમ ક્યારેય પણ ન બનાવડાવો. આ હંમેશા ગ્રાઉંડ ફ્લોર પર જ હોવો જોઈએ ભોયરામાં પણ ન બનાવો. રૂમ મોટો અને ખુલ્લો બનાવડાવો. 

મૂર્તિઓ : ઓછા વજનની મૂર્તિઓ અને ફોટાઓ પૂજારૂમમાં રાખવા જોઈએ. તેમની દિશા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર મુખી હોઈ શકે છે પરંતુ દક્ષિણ તરફ મુખ ક્યારેય પણ ન હોએવું જોઈએ. ભગવાનનો ચહેરો કોઈ પણ વસ્તુથી ઢાંકેલો ન હોવો જોઈએ ફૂલ અને માળાથી પણ નહિ. તેમને દિવાલથી એક ઈંચ દુર રાખવા જોઈએ. એક બીજાની સમ્મુખ ન રાખશો. તેમની સાથે પોતાના પૂર્વજોના ફોટાઓ ન રાખશો. ખંડિત થયેલી મૂર્તિ પૂજારૂમમાં ક્યારેય પણ ન રાખશો. જો કોઈ મૂર્તિ ખંડિત થઈ જાય તો તુરંત જ તેને પ્રવાહિત કરી દો. 

દીવો : દીવો પૂજાની થાળીમાં ભગવાનની સામે હોવો જોઈએ. આ દરવાજામાં રાખેલો હોવો જોઈએ કોઈ ઉંચી જગ્યાએ કે પ્લેટફોર્મ પર નહિ. દીઆની અંદર બે સળગતી અગરબત્તી હોવી જોઈએ એક પૂર્વ અને બીજી પશ્ચિમ મુખી. 

દરવાજા : દરવાજા અને બારીઓ ઉત્તર અને પૂર્વમાં હોવી જોઈએ. આ પતરાની અને લોખંડની ન હોવી જોઈએ. આ દિવાલની વચ્ચે હોવી જોઈએ. કબાટ કે કેબીનેટની ઉંચાઈ મૂર્તિઓના સ્થાનની ઉંચાઈ કરતાં વધારે ન હોવી જોઈએ. 

અન્ય : ધૂપ, અગરબત્તી કે હવનકુંડ પૂજાના રૂમનાં દક્ષિણ-પૂર્વ ખુણામાં હોવા જોઈએ. સૌદર્ય પ્રસાધનની કે અન્ય કોઈ પણ વસ્તુઓ અહીં ન હોવી જોઈએ. પૂર્વ દિશા તરફ મુખ રાખીને પુજા કરવી જોઈએ દક્ષિણ દિશા તરફ ક્યારેય પણ મુખ ન રાખશો. ઘરેણાં પૂજના રૂમમાં સંતાડશો નહિ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

LOADING