Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદી ઈફેક્ટ - ડિસેમ્બર સુધી સેંસેક્સ 29000 પાર જશે

મોદી ઈફેક્ટ - ડિસેમ્બર સુધી સેંસેક્સ 29000 પાર જશે
મુંબઈ , સોમવાર, 19 મે 2014 (15:19 IST)
. નરેન્દ્ર મોદીની અસર ફક્ત દેશની રાજનીતિ પર જ નહી પણ શેર બજાર પણ વ્યાપક રૂપે જોવા મળી રહી છે. અગ્રણી બ્રોકરેજ ફર્મ અડેલવેડ્સએ 'મોદી ઈફેક્ટ' ના બળ પર ડિસેમ્બર સુધી બીએસઈનો સેંસેક્સ 29000 અને એનએસઈનો નિફ્ટી 9000 અંક પર પહોંચી જવાની શક્યતા બતાવી છે. 
 
લોકસભા ચૂંટણીની જાહેરાતથી લઈને તેના પરિણામ આવતા સુધી સેંસેક્સ લગભગ 2000 અંક ચઢી ગયો છે 16 મેના પરિણામ જાહેર થવા દરમિયાન સેંક્સેક્સ 1470 અંક વધીને 25,375 અંકના ઐતિહાસિક લેવલને અડી ગયા બાદ 24,121.74 પર બંધ થયુ.  બીજી બાજુ બજાર પૂંજીકરણના હિસાબે ચૂંટણી પરિણામોના દિવસે રોકાણકારોનુ ધન 1 લાખ કરોડ રૂપિયાથી વધીને 80.64 લાખ કરોડ રૂપિયા થઈ ગયુ. 
 
અડેલવેજ સિક્યોરિટીઝના પ્રમુખ અંબરિશ બલિગાના મુજબ ચૂંટણી પરિણામો અસંભવિત રહેવાને કારણે ડિસેમ્બર સુધી બજાર 20 ટકા સુધી વધાવાની આશા દેખાય રહી છે. તેમણે જણાવ્યુ કે અમે ડિસેમ્બર સુધી સેંસેક્સને 29000ને પાર અને નિફ્ટી 9000ના લેવલ સુધી જવાની આશા છે. બજારમાં તેજીની આગેવાની માળખાગત અને પૂંજીગત સામાન વેચનારી કંપનીઓના શેર ઉપરાંત બેકિંગ અને પીએસયૂ શેર કરશે. 

Share this Story:

Follow Webdunia gujarati