Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ મંદિરમાં જે રાત્રે રોકાય છે તે બની જાય છે પત્થર

આ મંદિરમાં જે રાત્રે રોકાય છે તે બની જાય છે પત્થર
, શનિવાર, 7 જૂન 2014 (11:32 IST)
સાંજ થતા જ મોતનો સન્નાટો 
 
રાજસ્થાનની રેતીલી ધરતીમાં અનેક રહસ્યો દફન છે. આ રહસ્ય એવા છે જેમને જાણીને મોટા મોટા બહાદુરોના પરસેવા છૂટી જાય છે. કુલઘારા ગામ અને ભાનગઢનો કિલ્લો આવા જ રહસ્યમય સ્થાનોમાંથી એક છે જે ભૂતિયા સ્થાનના રૂપમાં આખી દુનિયામાં ઓળખાય છે.  
 
કુલઘારા અને ભાનગઢથી જુદુ એક વધુ રહસ્યમય સ્થાન છે જે બારમેર જીલ્લામાં આવેલ છે. આ સ્થાન છે કિરાડૂનું મંદિર. 
 
આખા રાજસ્થાનમાં ખજુરાહો મંદિરના નામથી પ્રસિદ્ધ આ મંદિર પ્રેમીઓને વિશેષ આકર્ષિત કરે છે. પણ અહી એવી ભયાવહ સચ્ચાઈ છે જેને જાણ્યા બાદ કોઈપણ અહી સાંજે રોકાવવાની હિમંત નથી કરી શકતુ. 
 
આગળ તે પત્થરનું બની જાય છે. 

તે પત્થરનું બની જાય છે. 
 
webdunia
કિરાડૂના મંદિર વિષયમાં એવી માન્યતા છે કે અહી સાંજે સાંજ ઢળતા જ જે પણ રહી જાય છે એ તો પત્થરનુ બની નાય છે અથવા તો મોતની ચાદર ઓછી લે છે. કિરાડૂન વિષયમાં આ માન્યતા વર્ષોથી ચાલી આવી છે. પત્થર બનવાના ભયથી અહી સાંજ ઢળતા જ આખો વિસ્તાર વિરાન થઈ જાય છે.  
 
આ માન્યતાની પાછળ એક અજબ સ્ટોરી છે. જેની સાક્ષી એક સ્ત્રીની પત્થરની મૂર્તિ છે. જે કિરાડૂથી થોડી દૂર સિંહની ગામમાં આવેલ છે. 
 



આગળ આ રીતે કિરાડૂન અલોકો બની ગયા પત્થરના. 

આ રીતે કિરાડૂના લોકો બની ગયા પત્થરના. 
 
 
webdunia
વર્ષો પહેલા કિરાડૂમાં એક તપસ્વી પધાર્યા. તેમની સાથે શિષ્યોનું એક ટોળુ પણ હતુ. તપસ્વી એક દિવસ શિષ્યોને ગામમાં છોડીને દેશાટન માટે નીકળી પડ્યા.  આ દરમિયાન શિષ્યોનું સ્વાસ્થ્ય એકાએક બગડી ગયુ. 
 
ગામવાળાઓએ તેમની કોઈ મદદ ન કરી. તપસ્વી જ્યારે કિરાડૂ પરત ફર્યા અને પોતાના શિષ્યોની દુર્દર્શા જોઈ તો ગામવાળાઓને શાપ આપી દીધો કે જે લોકોના હ્રદય પત્થરના છે તેઓ માણસ રહેવા યોગ્ય નથી. તેથી પત્થર બધા પત્થરના થઈ જાય. 
 
એક કુંભારણ હતી જેણે શિષ્યોની મદદ કરી હતી. તપસ્વીએ તેના પર દયા કરતા કહ્યુ કે તુ ગામમાંથી જતી રહે નહી તો તુ પણ પત્થરની થઈ જઈશ. પણ યાદ રાખજે જતી વખતે પાછળ વળીને ન જોઈશ. 
 
કુંભારણ ગામમાંથી જતી રહી પણ તેના મનમાં એ શંકા થવા લાગી કે તપસ્વીની વાત સાચી છે કે નહી. તે પાછળ વળીને જોવા લાગી અને તે પણ પત્થરની બની ગઈ. સિંહણી ગામમાં કુંભારણની મૂર્તિ આજે પણ આ ઘટનાની યાદ અપાવે છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati