Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૈસા માટે પત્નીના એગ્સ વેચતો હતો પતિ, FIR નોંધાઈ

પૈસા માટે પત્નીના એગ્સ વેચતો હતો પતિ, FIR નોંધાઈ
, બુધવાર, 8 ઑગસ્ટ 2018 (17:46 IST)
કોઈ પતિ માત્ર થોડાક પૈસા માટે પોતાની પત્નીના એગ્સ વેચી દે ? હા પણ આ સત્ય છે કે એક વ્યક્તિએ બસ એ માટે પોતાની પત્નીના એગ્સ વેચ્યા કારણ કે તેને પોતાની આર્થિક જરૂરિયાત પુરી કરવાની હતી. આ મામલે 26 વર્ષીય મહિલાએ પોતાના પતિ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી છે. પત્નીનો આરોપ છે કે તેનો પતિ તેના પર દબાણ બનાવીને તેના એગ્સ(ગર્ભધારણ માટે વપરાતા એગ્સ) વેચતો હતો. 
 
મંગળવારે મહિલાએ રાજસ્થાનની સરખેજ પોલીસમાં ફરિયાદ કરી. મહિલાએ જણાવ્યુ કે તેમના લગ્ન 2010માં થયા હતા. ત્યારે તેના પતિ મુંબઈમાં રહેતા હતા. સાસરિયાવાળા પહેલા તેની સાથે ખૂબ સારો વ્યવ્હાર કરતા હતા. મહિલાનો આરોપ છે કે પછી તેના સાસરિયાવાળાએ તેને પ્રતાડિત કરવુ શરૂ કર્યુ. તેની પાસે દહેજની માંગણી કરી. 
 
જ્યારે સાસરિયાઓની પ્રતાડના વધી ગઈ તો તે દરિયાપુર ખાતે પોતાના પિતાના ઘરમાં પતિ સાથે જઈને રહેવા લાગી. તેના ઘરનો ખર્ચ તેની માતા ઉઠાવતી હતી. માએ પછી તેને રૂપિયા આપ્યા અને એ રૂપિયાથી મહિલાના પતિ માટે એક ઓટોરિક્ષા ખરીદી લીધી તે પતિ સાથે 2015માં ફતેહવાડીમાં રહેવા લાગી. થોડા દિવસ પછી પતિએ ઓટોરિક્ક્ષા ચલાવવાનુ છોડી દીધુ. જેથી તેના પરિવારની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. 
 
મહિલાએ જણાવ્યુ મારી મા અમારી સતત મદદ કરતી હતી. 2016માં તેનુ મૃત્યુ થયુ. ત્યારબાદ મારા પતિને રૂપિયા મળવા બંધ થઈ ગયા. પતિએ પોતાના મિત્ર પાસેથી કર્જ લીધુ. પણ તે ચુકવી ન શક્યો. ત્યારબાદ પતિએ પોતાના મિત્રના કહેવા પર મારી ઉપર દબાણ બનાવ્યુ કે હુ મારા એગ્સ વેચુ. ત્યારબાદ અનેકવાર બળજબરીપૂર્વક મારા એગ્સ  વેચવામાં આવ્યા. 
 
મહિલાએ જણાવ્યુ કે તેના બે બાળકો છે. પતિ પોતાના એક મિત્રની મદદથી તેને 2016થી 2018 દરમિયાન રાજસ્થાનના અજમેર, ઉદયપુર ને વડોદરા લાવ્યો. અહી તેના એગ્સ વેચવામાં આવ્યા.  જ્યારે તેને તેનો વિરોધ કર્યો તો તેના પતિએ તેને ખૂબ માર માર્યો. તેણે જણાવ્યુ કે પતિએ તેને બતાવ્યા વગર તેની સહી છુટાછેડાના પેપર પર કરાવી લીધી. એ પેપર્સમાં ગુજરાતી ભાષામાં લખ્યુ હતુ જે તેને નહોતુ આવડતુ.   જ્યારે તેને આ અંગેની ફરિયાદ સાસરિયાઓને કરી તો તેમને પણ કોઈ મદદ નહી કરી. 
 
પોલીસ ઈંચાર્જ પીઆર રમાનીએ કહ્યુ કે મહિલાની ફરિયાદના આધાર પર પતિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપી હાલ ફરાર છે. તેની શોધ ચાલુ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બુલડોઝર ફરવાથી આશરો છીનવાઈ જવાના ડરને લીધે મહિલાનું હાર્ટએટેક આવતાં મોત નિપજ્યું