Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં હોલિવૂડની ફિલ્મમાં દર્શાવાતા અદ્રશ્ય ભય જેવો બનાવ, આપમેળે ફાટે છે કપડા-રૂપિયા

સુરતમાં હોલિવૂડની ફિલ્મમાં દર્શાવાતા અદ્રશ્ય ભય જેવો બનાવ, આપમેળે ફાટે છે કપડા-રૂપિયા
, સોમવાર, 4 ફેબ્રુઆરી 2019 (15:41 IST)
સુરતના વેડરોડ વિસ્તારમા રહેતા ચાવડા પરિવારને ત્યા છેલ્લા ચાર મહિનાથી ઘરના તમામ કપડા જાતે જ ફાટી જાય છે. સંચા મશીનના વાયર તુટી જાય છે. એટલું જ નહિ, ઘરના મંદિરમા મૂકેલા રૂપિયાની નોટ પણ ફાટી જતા હોવાના દ્રશ્યો બની રહ્યા છે. ઘરના પૌત્રના સ્કુલનો ગણવેશ ફાટી તેના શરીરે ઉઝરડા પડી રહ્યા છે. આ ઘટનાને પગલે ઘરમાં રહેતા લોકોની સાથે સ્થાનિક લોકોમા પણ ભયનો માહોલ સર્જાયો છે. સુરતના વેડરોડ વિસ્તારમા એક અજીબોગરીબ અને વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહી છેલ્લા પાચ વર્ષથી ચાવડા પરિવાર રહે છે. જેમા મનસુખભાઇ, ભાનુભાઇ તથા તેમનો પૌત્ર હાર્દિક રહે છે.  ચાવડા પરિવારે આ વાત જણાવતા પહેલા તો આડોશી-પાડોશીઓએ તેમની વાતનો વિશ્વાસ કર્યો ન હતો. જોકે બાદમા આ રીતની ઘટના સતત સામે આવી હતી. ઘર બંધ કરીને બહાર ગયા હોય તો પણ ઘરના કપડા તથા ઘરઘંટીનો વાયર તુટી જવાની ઘટના સામે આવી હતી. જેથી પાડોશીઓ પણ તેમની વાત પર વિશ્વાસ કરવા લાગ્યા. આ ઘટનાની જાણ જ્યારે સ્કુલના સંચાલકોને થઇ ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. તેઓ પણ હાર્દિકના ઘરે ગયા હતા ત્યા તપાસ કરી હતી. જો કે તેમને કંઇ ખાસ જણાયુ ન હતુ. જો કે બાદમા એવુ બનતુ હતુ કે હાર્દિક સ્કુલેથી ઘરે જાય એ દરમિયાન તેના કપડા ફાટી જતા અને તેના શરીરે ઉઝરડા પડી જતા હતા. ઘરના કોઇ સભ્ય દ્વારા આ હરકત કરવામાં આવી રહી હોવાની આશંકા સત્યશોધક સંસ્થાના પ્રમુખે વ્યક્ત કરી છે.  આ ઉપરાંત ઘરમાં સીસીટીવી કેમેરા ગોઠવણ કરી સમગ્ર ઘટના પર નજર રાખવામા આવશે. આ સમગ્ર ઘટના હાલ તો અંધશ્રદ્ધાથી જોવાઇ રહી છે. હવે સત્ય શોધક સમાજ દ્વારા ઘટનાની તપાસ હાથ ધરશે ત્યારે દૂધનુ દૂધ અને પાણીનું પાણી થઇ જશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદથી ગોવા જવા માટે ST વોલ્વોનું ભાડું રૂ.3336 જ્યારે વિમાની શુલ્ક રૂ. 3038