Webdunia - Bharat's app for daily news and videos

Install App

બિટકોઈન તોડકાંડમાં નલિન કોટડિયાને મોટો ભાગ મળ્યો હતો: 66 લાખમાં થયો હતો સોદો

Webdunia
મંગળવાર, 11 સપ્ટેમ્બર 2018 (12:55 IST)
અબજો રૂપિયાના બિટકોઈન કૌભાંડમાં ઝડપાયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાને ભૂમિકા ભજવવા બદલ 66 લાખ રૂપિયા મળવાના હતા. જે પૈકી તેને 35 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે સીઆઈડી દ્વારા 25 લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. આ મામલે હાલ વધુ તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં બાંધકામની સાથે બિટકોઈનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઈન મામલે ફરિયાદ ન નોંધવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં બિલ્ડરને એક હોટલમાં બોલાવી 5 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલો અહીં અટક્યો ન હતો. ગત 11 ફેબ્રુઆરીના રોજ એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું. ફરિયાદમાં આપેલી માહિતી મુજબ આપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો. જેનો આરોપ અમરેલી એલસીબીના તત્કાલીન પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે ધમકી આપીને રૂ. 12 કરોડના બિટકોઈન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા, સાથે જ અનંત પેટેલે રૂ. 50 કરોડની માગણી કરી હતી. આંગડિયા પેઢી મારફતે રૂ. 32 કરોડ મગાવાનું કહેતા શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો. જે બાદ શૈલેષ ભટ્ટે સમગ્ર મામલે ગૃહખાતામાં લેખિતમાં ફરિયાદ કરી હતી

સંબંધિત સમાચાર

World Sleep Day: કઈ વસ્તુ ખાવાથી ઝડપથી ઊંઘ આવે છે? જાણી લો નહિ તો ઉલ્લુંની જેમ જાગતા રહેશો

ડબલ ઋતુમાં શરીરને સ્વસ્થ રાખવા માટે ધ્યાનમાં રાખો આ 6 હેલ્થ ટિપ્સ

Iftar Recipe Hara-Bhara Kabab : ઈફ્તાર પાર્ટીમાં આવી રહ્યા છે વેજીટેરિયન મિત્રો તો દાવતમાં બનાવો હરા-ભરા કબાબ, જાણો લો રેસીપી

Sehri Recipes: બટાકાની ખીર

Yoga during fasting- ઉપવાસ દરમિયાન કસરત કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

પુત્ર અભિષેક સાથે સ્પોટ થયા અમિતાભ બચ્ચન, હોસ્પિટલમાં દાખલ થવાના સમાચા પર કહ્યુ - ફેક ન્યુઝ

Jokes- જ્યારે દીકરીએ પિતાને તેના લગ્ન વિશે જણાવ્યું.

Breaking: અમિતાભ બચ્ચન ની તબિયત બગડી, મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં એંજિયોપ્લાસ્ટી થઈ

શુ તમે બનવા માંગો છો અમિતાભ બચ્ચનના પડોશી ? તમારે માટે છે શાનદાર તક

Taarak Mehta Ka Ooltah Chashmah - સગાઈના સમાચારની વાયરલ ન્યુઝ મુદ્દે એક્ટર્સ મુનમુન દત્તા અને રાજ અનાકટનુ આવ્યુ પહેલુ રિએક્શન

આગળનો લેખ
Show comments