Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જ્યંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલને ભાગેડુ જાહેર કરાયા

જ્યંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલને ભાગેડુ જાહેર કરાયા
, બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (14:56 IST)
ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસનાં આરોપી અને કચ્છનાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને ભાગેડુ જાહેર કરવામાં આવ્યાં છે.  તેના સાગરિતોની ધરપકડ કરવા માટે ભચાઉ કોર્ટમાં કલમ 70 મુજબ રેલવે પોલીસ દ્વારા અરજી કરાઈ હતી. જેમાં કોર્ટે અરજીને માન્ય રાખતા પોલીસે છબીલ પટેલને ભાગેડુ જાહેર કર્યો છે. છબીલ પટેલની એક ઓડિયો ક્લિપ ઘણી વાયરલ થઇ રહી છે. જેમાં તે સ્પષ્ટ કહી રહ્યો છે કે હું વિદેશમાં છું અને થોડા જ દિવસમાં ભારત પરત આવવાનો છું. આ ઉપરાંત તે કહે છે કે, 'હું છબીલ પટેલ હાલ હું બિઝનેસ માટે વિદેશ આવેલો છું. મારે કામ માટે અવાર નવાર વિદેશ જવાનું થાય છે. વિદેશ આવ્યા બાદ મને જાણ થઈ કે મારી સામે પોલીસ ફરિયાદ થઈ છે. તો હું મીટિગો પતાવીને તાત્કાલિક ભારત આવીને પોલીસ સ્ટેશને હાજર થઈશ. પોલીસ દ્વારા જે પણ કાર્યવાહી અને પૂછપરછ થશે તેમાં હું સહયોગ આપીશ. હું સાવ નિર્દોષ છું અને કોઈ કાવતરાનો ભોગ બની રહ્યો છું એવું મને લાગે છે. મને ગુજરાત પોલીસ પર પુરો ભરોસો છે. તેઓ સત્ય બહાર લાવશે. હું ભારત આવું ત્યારે મારા પર જીવનું જોખમ લાગતું હોવાથી મને પોલીસ રક્ષણ મળે એવી મારી વિનંતિ છે. છેલ્લી મીટિંગ પુરી કરીને મારા આવવાની તારીખ પણ પહેલેથી જ આપીશ. મારા કામ પુરા થવાની તૈયારીમાં છે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રીલાયન્સનો સિક્યુરીટી ગાર્ડ પોતાને આર્મીનો મેજર ગણાવી યુવતીઓને લગ્ન માટે ફોટા મોકલતો