Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં વરસાદી પાણીથી ચારેબાજુ તબાહી, આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી જુઓ ફોટા

ગુજરાતમાં વરસાદી પાણીથી ચારેબાજુ તબાહી, આગામી 48 કલાકમાં ભારે વરસાદની આગાહી   જુઓ ફોટા
, સોમવાર, 16 જુલાઈ 2018 (17:46 IST)
- સાબરી નદી ઓવરફ્લો થતા ખોલાયા ડેમના દરવાજા 
- મઘરવાડા નજીક સાબરી નદી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા 
- ડેમના દરવાજા ખોલતા કેશોદ ગામને એલર્ટ કરવામાં આવ્યુ 
webdunia
- રાજ્યમાં હાલ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ થઈ રહ્યો છે. નદીઓ બેકાંઠે વહી રહી છે. મોટા ભાગના ડેમ છલકાઈ ગયાં છે. 
webdunia
-  મધ્ય ગુજરાત તેમાં પણ ખાસ કરીને અમદાવાદ અને તેની આસપાસના તાલુકાઓમાં ખાસ વરસાદ નથી. તો બીજી તરફ ઉત્તર ગુજરાત લગભગ કુરૂં ધાકોર છે.
 
- પરંતુ હવે બાકી રહી ગયેલા આ વિસ્તારોમાં પણ વરૂણ દેવ રિઝાય અને પોતાની કૃપા વરસાવે તેવી શક્યતા ઉભી થઈ છે.
webdunia
- હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, મહેસાણા અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.
webdunia
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પડી શકે છે. તેવી જ રીતે રાજ્યના દરિયાકાંઠે અતિ ભારે વરસાદ વરસી શકે છે.
webdunia
અમદાવાદ ઉપરાંત બેચરાજી, ચાણસ્મા સહિતના વિસ્તારોમાં પણ સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર, વેરાવળ, અમરેલી ફરતે ગાઢ સરકયુલેશન સર્જાયું છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્રને ફરી એકવાર એલર્ટ કરવામાં આવ્યું છે.
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarat Heavy Rain photo - ભારે વરસાદથી ભાવનગરના માર્ગો તૂટી પડ્યા, આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી