ભરૂચમાં બાળક પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

શુક્રવાર, 27 એપ્રિલ 2018 (14:37 IST)
વર્ષ 2016માં જંબુસરના પીલુદ્રા ગામે 4 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરવાના મામલે  ભરૂચ પોક્સો કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે. ગામમા જ રહેતા એક શખ્સે આઇસ્ક્રીમ ખવળાવવાના બહાને બાળકને લઇ ગયો હતો અને તેના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું.એક માસુમ બાળકને ગામમાં જ રહેતાં એક માનસિક વિકૃત મજૂરે આઇસ્ક્રીમ ખવળાવવાના બહાને લઇ જઇ રહ્યો ત્યારે બાળકના કાકી જોઇ ગયાં અને તુરંત ત્યાં જઇને આરોપી મજૂર પઢિયારને પૂછ્યું બાળકને ક્યાં લઇ જાય છે?

પઢિયારે કહ્યું કે તે બાળકને આઇસ્ક્રીમ ખવડાવવા લઇ જાય છે. જો કે પઢિયાર બાળકને દરગાહ પાછળ આવેલી ઝાડીઓમાં લઇ ગયો અને અહીં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો, જે બાદ નરાધમ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો.બાળકનો મૃતદેહ મળતાં વેદાચ પોલીસ સ્ટેશને પઢિયાર વિરુદ્ધ હત્યા, અપહરણ અને POCSO એક્ટની કલમ 4 અને 6 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો. જાતિય શોષણ થયું હોવાનું સ્પષ્ટ થઇ જતાં પઢિયાર વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની કલમ 377 અંતર્ગત પણ કેસ નોંધવામાં આવ્યો હતો. જુલાઇ 2016માં પઢિયારની ધરપકડ કરી પોલીસે ભરૂચ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.ટ્રાયલ દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટર આર.જે. દેસાઇએ આરોપી વિરુદ્ધ ઓરલ અને ડોક્યુમેન્ટરી સબુતો રજૂ કર્યાં હતાં. બાળકના પિતા ગામના મંદિરના પૂજારી હતા. દેસાઇએ કહ્યું કે, “પઢિયારને દોષિત સાબિત કરવા માટે પૂરતા પુરાવા હતા.” દિવસેને દિવસે બાળકો પર થઇ રહેલા અત્યાચારના મામલામાં આ એક મોટો ચુકાદો છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

LOADING