Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સરસ્વતીના ઘામમાં તમામ મર્યાદાઓ તૂટી. ચાલુ શાળામાં ફાયરિંગ કરીને શિક્ષકના અપહરણનો પ્રયાસ

સરસ્વતીના ઘામમાં તમામ મર્યાદાઓ તૂટી. ચાલુ શાળામાં ફાયરિંગ કરીને શિક્ષકના અપહરણનો પ્રયાસ
, શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (11:59 IST)
સતલાસણા તાલુકાની હડોલ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષકનું ગુરૂવારની બપોરે વર્ના કારમાં આવેલા પાંચ શખ્સોએ ચાલુ સ્કૂલે રીવોલ્વરથી ફાયરીંગ કરી અપહરણ કરતાં ચકચાર મચી ગઇ હતી. જોકે શાળાના અન્ય શિક્ષકોએ જાણ કરવાથી મદદે દોડી આવેલા ગ્રામજનોએ રસ્તા રોકી વર્ના કાર ઉપર પત્થરમારો કરતાં અપહરણકારો કાર નદીના પટમાં મુકીને ભાગ્યા હતા. દરમિયાન ગ્રામજનોએ શિક્ષકને બચાવી લીધા હતા અને ભાગી રહેલા પાંચયે અપહરણકારોને પકડી પોલીસને હવાલે કર્યા હતા. જેમાં પોલીસે અપહરણ સહિત આર્મસ એક્ટ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.
બનાવની હકીકત એવી છે કે વિસનગર તાલુકાના પાલડીમાં રહેતા અને સતલાસણા તાલુકાની હડોલ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હિતેશકુમાર બળદેવભાઇ પટેલે અમદાવાદના ગુમા-બોપલ ખાતે રહેતા પટેલ ભાવેશભાઇ ભીખાભાઇ સાથે છુટાછેડા લીધેલ રાજેશ્વરી પટેલ નામની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલા છે. જોકે રાજેશ્વરી પત્ની હતી ત્યારે તેને શારિરીક માનસીક ત્રાસ આપનાર ભાવેશને રાજેશ્વરીના બીજા લગ્ન સહન નહીં થતાં તેણે રાજેશ્વરીના બીજા પતિ એટલે કે હિતેશકુમાર પટેલને જાનથી મારી નાંખવાની સોપારી આપી હતી.
હિતેશને જાનથી મારી નાંખવાની સોપારી લેનારા વિરમગામના ચાર ગુંડાઓ ગોસ્વામી અજયગીરી મહેશગીરી, ઝાલા યશવંતસિંહ વખતસિંહ, સોલંકી જગદીશભાઇ રમેશભાઇ, ગોસ્વામી વિજયગીરી મહેશગીરીની સાથે ગુરૂવારે આ ભાવેશ પટેલ ગાંધીનગર જિલ્લાના પાસીંગની વર્ના કાર નંબર જીજે ૧૮ બીએ ૨૩૭૯માં સવાર થઇ હડોલ પ્રાથમિક શાળામાં આવી ચાલુ સ્કુલે હિતેશના વર્ગમાં જઇ પ્રથમ ચપ્પુની અણીએ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જોકે હિતેશે દાદ નહીં આપતાં તેને ચપ્પાના ઘા મારી હાથના ભાગે ઇજાઓ કરી હતી.
દરમિયાન શાળાના અન્ય શિક્ષકો મદદે આવી પહોંચતાં અપહરણકારો પૈકી એક જણાએ પોતાની પાસેની રિવોલ્વરથી ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી હિતેશનું વર્ના કારમાં અપહરણ કર્યુ હતું. જ્યારે અન્ય શિક્ષકોએ સરપંચ સહિતને ફોન કરી મદદ માંગતા ગ્રામજનોએ ગામમાંથી બહાર નિકળવાના તમામ રસ્તાઓ પર આડા વાહનો મુકી રસ્તા બંધ કરી દેતાં અપહરણકારોએ તેમની કાર નદીના પટમાં નાખી હતી. જ્યા લોકોએ પથ્થરમારો કરી ભાગી રહેલા અપહરણકારોને ઝડપી મેથીપાક આપ્યા બાદ પોલીસને હવાલે કર્યા હતા. આખરે પોલીસે પાંચેય જણાની ધરપકડ કરી શિક્ષકનું નિવેદનના આધારે પાંચેય શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડે ભારતને એશિયાડનો ગોલ્ડ અપાવ્યો