Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાંધીનગર સિવિલમાં પાયલોટ પ્રોજેક્ટ શરૃ, વૃધ્ધોને સરકાર હવે ઘરે બેઠા તબીબી સારવાર આપશે

ગાંધીનગર સિવિલમાં પાયલોટ પ્રોજેક્ટ શરૃ, વૃધ્ધોને સરકાર હવે ઘરે બેઠા તબીબી સારવાર આપશે
, ગુરુવાર, 17 મે 2018 (13:12 IST)
ગુજરાતમાં એકાકી જીવન જીવતાં વયસ્કો-વૃધ્ધાને પણ ઘરે બેઠા તબીબી સારવાર મળે તે માટે સરકારે નવતર અભિગમ દાખવીને 'વયસ્ક વ્યક્તિની તબીબી સેવા અર્થે મુલાકાત' એ પાયલોટ પ્રોજેક્ટ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતેથી અમલમાં મુક્યો છે. આ પ્રોજેક્ટની સફળતા બાદ તેનો રાજ્યભરમાં અમલ કરાશે. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ અંગે જણાવ્યું હતું કે નવી પેઢી શિક્ષણ-વ્યવસાય માટે વતનથી દૂર સ્થળાંતર કરતી થઈ હોવાથી આવા વૃધ્ધોની સંખ્યામાં વધારો થયો છે. જેને કારણે સરકારે તેઓને આરોગ્યની સેવા ઘરે બેઠા જ પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. જેમાં ૭૦ કે તેથી વધુ વયના વયસ્ક લોકોને આવરી લેવાશે. આ માટે વયસ્કોએ કે તેમના પાલકોએ નિયત ફોર્મમાં વાર્ષિક ૧૦૦૦ ટોકન ફી સાથે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

નીતિન પટેલે વધુમાં કહ્યું કે, આ પ્રોજેક્ટ હેઠળ ડૉક્ટરો સ્ટાફ નર્સ અને એટેન્ડન્ટની ટીમ રજીસ્ટર્ડ થયેલા વયસ્કોની દર ૧૫ દિવસે ઘરે જઈને મુલાકાત લેશે. તેમજ જરૃર પડયે જરૃરી ટેસ્ટ કરી તેમની સારવાર કરશે. આ પ્રકારની મુલાકાત દીઠ રૃ. ૨૦૦નો ચાર્જ લેવાશે. મેડીકલની ટીમ સાથે બીપી માપવાનું મશીન, ઈસીજી મશીન, ઈન્હેલર, વજન કાંટો તથા સામાન્ય દવાઓ વગેરે સામગ્રી પણ રખાશે. લાભાર્થીઓને આ માટે કાર્ડ-બુકલેટ અપાશે. જેમાં દર્દીના રોગ સંબંધિત માહિતી લખાશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વધારે જમીન સંપાદિત ના થાય તે માટે બુલેટ ટ્રેનના સ્ટેશનો જે તે શહેરથી દૂર અને હાઈવેથી નજીકમાં બનશે