Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી

પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા વિરૂદ્ધ લુક આઉટ નોટીસ જાહેર કરવામાં આવી
, ગુરુવાર, 17 મે 2018 (15:14 IST)
12 કરોડના બિટકોઈન કૌભાંડમાં CID ક્રાઈમ દ્વારા આરોપી નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે CID ક્રાઈમના અધિકારીઓની અધ્યક્ષતામાં એક બેઠકમાં નવી આ કેમાં આગળની રણનીતિ નક્કી આવી છે. નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. જેને દેશભરના એરપોર્ટ પર જાહેર કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે મળેલી બીટકોઈન કેસમાં રચાયેલી SITની બેઠકમાં, CID ક્રાઈમનાં DG આશિષ ભાટિયાની અધ્યક્ષતામાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં CID ક્રાઈમે નલિન કોટડિયા વિરુદ્ધ લુકઆઉટ નોટિસ કાઢી છે. આ અંગેની જાણદેશના તમામ એરપોર્ટ પર કરી દેવાઈ છે. આમ હવે નલિન કોટડિયાની ધરપકડનો માર્ગ મોકળો થયો છે. એટલું જ નહિં તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે.
નલિન કોટડિયા દ્વારા જાહેર કરાયેલા એક પત્ર અને બે પ્રેસનોટ થકી તેમણે CID ક્રાઈમને 12મી સુધી તેમની ધરપકડ ન કરવા કહ્યું હતું. અને પોતે જ સામેથી CID ક્રાઈમ સામે ઉપસ્થિત થઈ જશે. એટલું જ નહિં આ મામલે વખત આવે શૈલેષ ભટ્ટ સાથે સંકળાયેલા મોટાં માથાનું નામ પણ જાહેર કરશે. હાલમાં પોતે બહાર છે તે CID ક્રાઈમને તપાસમાં સહકાર આપશે, તેવી સૂફિયાણી વાતો કરી હતી. પણ તે પ્રમાણે થયું નથી. આથી CID ક્રાઈમ દ્વારા તેમને ભાગેડૂ જાહેર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કર્ણાટકમાં લોકશાહીની હત્યા થઈ - કોંગ્રેસ પ્રમુખ ચાવડા