Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Lunar Eclipse/Bloodmoon - લોકોએ જોયુ સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ

Lunar Eclipse/Bloodmoon - લોકોએ જોયુ સદીનું સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ
, શનિવાર, 28 જુલાઈ 2018 (10:45 IST)
અષાઢ મહિનાની પૂનમના રોજ ગુરૂપુર્ણિમા હતી. આ દિવસે 104 વર્ષ પછી સદીનુ સૌથી લાંબુ ચંદ્ર ગ્રહણ સમગ્ર ભારતમાં દેખાયુ.  આ અગાઉ આવો દિવસ 1914માં આવ્યો હતો. હવે પછીનું ચંદ્રગ્રહણ 20-21 જાન્યુઆરી 2019ના રોજ દેખાશે. તે 62 મિનિટ સુધી ચાલશે.  27 જુલાઈ શુક્રવારના રોજ બપોરે 2.54થી જ ગ્રહણનુ સૂતક લાગી ગયુ હતુ અને તેને કારણે મંદિરોના કપાટ બંધ થઈ ગયા હતા.  આ ચંદ્ર ગ્રહણ મેષ, સિંહ, કન્યા, વૃશ્ચિક, મીન રાશિ માટે શુભ છે.  જ્યારે કે વૃષભ, મિથુન, કર્ક, તુલા, ધનુ, મકર અને કુંભ રાશિ માટે અશુભ રહેશે.  ગ્રહણની સમાપ્તિ પછી મંદિરોની સાફ સફાઈ અને પૂજા શરૂ થશે. 
webdunia
શુક્રવારે રાત્રે 11.54 વાગે ચંદ્ર પૃથ્વીના પડછાયામાં છુપાઈ ગયો. ચંદ્રને 104 વર્ષ બાદ સૌથી મોટું ગ્રહણ લાગ્યું. લગભગ 3 કલાક 54 મિનિટ અને 33 સેકન્ડ સુધી ચંદ્રગ્રહણ ચાલ્યું. શનિવારે વહેલી સવારે 3.49 વાગે જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચેથી પૃથ્વી હટી ત્યારે ચંદ્ર પરથી ગ્રહણ પણ હટ્યું. આ દરમિયાન 1 કલાક 43 મિનિટ સુધી પુર્ણ ચંદ્રગ્રહણ રહ્યું એટલે કે ચંદ્ર બિલકુલ દેખાયો નહીં. 2 વાગે થોડી સેકન્ડ માટે ચંદ્ર લાલ થયો એટલે કે બ્લડમૂન. દેશમાં અનેક સ્થળે વાદળને કારણે જોવા મળ્યું નહોતું. આ દરમ્યાન દેશ અને દુનિયામાં લોકો આ અદ્ભુત નજારાના સાક્ષી બનવા માટે આકાશમાં ટગરટગર જોતા રહ્યા.
webdunia
બ્લડમૂન એટલે કે લાલ રંગનો ચંદ્ર. આમ તો ચંદ્રગ્રહણ દરમિયાન પૃથ્વીના પડછાયામાં આવવાથી ચંદ્ર કાળો દેખાય છે પરંતુ વિશેષ સ્થિતિમાં ચંદ્રનો રંગ થોડા સમય માટે લાલ થઈ જાય છે. તેને બ્લડમૂન કહે છે. સૂર્યનાં કિરણો ધરતી પરથી પરાવર્તિત થઈને ચંદ્ર પર પડે છે તેને કારણે તે લાલ દેખાય છે.
 
ચંદ્રગહણ થવા પાછળનું વૈજ્ઞાનિક કારણ -  જ્યારે ચંદ્ર પૃથ્વીની ધરીમાં આવી જાય. આ સ્થિતિમાં સૂર્ય એક બાજુ, ચંદ્ર બીજી બાજુ અને પૃથ્વી વચ્ચે હોય છે. જ્યારે ચંદ્ર ધરતીના છાયડામાંથી નીકળે છે તો ચંદ્ર ગ્રહણ પડે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ચંદ્રગ્રહણ દરમિયાન શુ ખાવુ જોઈએ અને શુ ન ખાવુ જોઈએ ?