Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સંસદમાં પીએમ મોદીએ રાહુલ પર સાધ્યુ નિશાન, પહેલીવાર મને ગળે ભેટવામાં અને ગળે પડવામાં અંતર ખબર પડી...

સંસદમાં પીએમ મોદીએ રાહુલ પર સાધ્યુ નિશાન, પહેલીવાર મને ગળે ભેટવામાં અને ગળે પડવામાં અંતર ખબર પડી...
, બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (18:21 IST)
બુધવારે 16મી લોકસભાનો અંતિમ દિવસ છે. સદનની કાર્યવાહી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં આ કાર્યકાળનો પોતાનુ અંતિમ ભાષણ આપ્યુ. 
જાણો મોદીએ શુ શુ કહ્યુ ... 
 
- પાંચ વર્ષના કાર્યકાળમાં કોઈ ભૂકંપ ન આવ્યો. હુ મુલાયમજીનો આભારી છુ. બધા સાંસદોને શુભકામના આપુ છુ. 
 
- અહી મને આંખોની ગુસ્તાખીઓની ગેમ અંગે જાણ થઈ.. ગળે ભેટવા અને ગળે પડવા વચ્ચેનુ અંતર પણ સમજાય ગયુ. 
 
- આ સદને 1400થી વધુ કાયદા ખતમ પણ કર્યા છે. કાયદાનુ એક જંગલ જેવુ બની ગયુ હતુ. આ શુભ શરૂઆત થઈ છે. 
 
- ઘણુ બધુ કરવુ બાકી છે અને આ માટે મુલાયમજીએ આશીર્વાદ આપી જ દીધો છે. 
 
- ત્રણ દસકા પછી પૂર્ણ બહુમતવાળી સરકાર બની અને આઝાદી પછી પહેલીવાર કોંગ્રેસ ગોત્રની નથી. એવી સરકાર બની છે . કોંગ્રેસ ગોત્ર વગરની મિશ્રિત સરકાર અટલજીની હતી અને હવે પૂર્ણ બહુમતવાળી સરકાર 2014માં બની. 
 
- દેશ ઝડપથી વધતી અર્થવ્યવસ્થા બની છે અને તેની નીતિ નિર્ધારિત પણ આ સદન દ્વારા થઈ છે જે સત્તા પક્ષ અને વિપક્ષ બધા માટે ગૌરવની વાત છે. વર્તમાન લોકસભાના કાર્યકાળમાં  ભારત છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની અને 5000 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. 
 
- આજે દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે. ભારત ડિઝિટલ વર્લ્ડમાં સ્થાન બનાવી ચુક્યુ છે. ભારત દુનિયાની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા. આજે ભારતને ગંભીરતાથી સાંભળવામાં આવે છે.  
- તેમણે કહ્યુ કે હુ આજે અમારી ઉપલબ્ધિઓ ગણાવવા નથી આવ્યો. હુ મારી પૂરી નિષ્ઠાથી મારુ કામ કર્યુ. 
 
- તેમણે કહ્યુ કે સ્પીકરે મૂલ્યોના આધાર પર નિર્ણય લીધા 
-  ભારતમાં પહેલીવાર સૌથી વધુ મહિલા સાંસદ બની. આજે દેશમાં 44 મહિલા સાંસદ છે. સોળમી લોકસભા પર આપણે આ વાત માટે પણ ગર્વ કરીશુ કે સૌથી વધુ મહિલા સાંસદ સદનમાં સિલેક્ટ થઈને આવી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વેલેંટાઈન ડેથી પહેલા પતિ-પત્નીની ખુશીને લાગશે ગ્રહણ, નશા આપી બનાવ્યુ વીડિયો