Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મુંબઈ - સેક્સ દરમિયાન આ કારણથી મહિલાનુ થયુ મોત

મુંબઈ - સેક્સ દરમિયાન આ કારણથી મહિલાનુ થયુ મોત
મુંબઈ. , બુધવાર, 4 જુલાઈ 2018 (11:25 IST)
પોલીસે શહેરની એક હોટલમાં ગયા વર્ષે પોતાની પ્રેમિકાની હત્યા મામલે 23 વર્ષના એક ઈઝરાયેલી નાગરિક વિરુદ્ધ કેસ નોંધ્યોછે. પોલીસના એક અધિકારી જણાવ્યુ કે ફોરેંસિક લૈબની રિપોર્ટમાં સેક્સ દરમિયાન દમ ઘૂંટાવાથી મોતની પુષ્ટિ પછી ઓરિરોન યકોવ વિરુદ્ધ બિનઈરાદાપૂર્વક હત્યાનો એક મામલો નોંધવામાં આવ્યો. આરોપીની 20 વર્ષીય પ્રેમિકા પણ ઈઝરાયલની નાગરિક હતી. 
 
પોલીસ અધિકારીએ જણાવ્યુ કે અ ઘટના ગયા વર્ષે માર્ચમાં એ સમયે થઈ જ્યારે યકોવ અને મહિલા એક પર્યટક વીઝા પર ભારત પ્રવાસ પર આવ્યા હતા અને દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારના એક હોટલમાં રોકાયા હતા. તેમણે જણાવ્યુ કે પોતાના હોટલના રૂમમાં યૌન સંબંધ દરમિયાન યકોવે મહિલાને ગરદન પર કથિત રૂપે દબાણ બનાવી દીધુ અને તેનો દમ ઘૂંટાય ગયો. 
 
પોલીસ અધિકારી જણાવ્યુ કે આ ઘટના ગયા વર્ષે માર્ચમાં એ સમયે થઈ જ્યારે યકોવ અને મહિલા એક પર્યટક વીઝા પર ભારતન પ્રવાસે આવ્યા હતા અને દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારના એક હોટલમાં રોકાયા હતા.  તેમણે જણાવ્યુ કે પોતાની હોટલના રૂમમાં યૌન સંબંધ દરમિયાન યકોવે મહિલાના ગરદન પર કથિત રૂપે દબાણ બનાવી દીધુ અને તેનો દમ ઘૂંટાય ગયો. 
 
રૂમમાં બેહોશ મળી હતી મહિલા 
 
યાકોવે હોટલના કર્મચારીઓને જણાવ્યુ કે તેની પ્રેમિકા રૂમમાં બેહોશ અવસ્થામાં પડી છે. જ્યાર પછી પોલીસ ત્યા પહોંચી. ઉતાવળમાં યાકોવની પ્રેમિકાને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી પણ ડોક્ટર તેને બચાવી ન શક્યા. હોસ્પિટલમાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધી. એ સમયે આ મોત પાછળનુ કારણ જાણી શકાયુ નહી. તેથી દુર્ઘટનાવશ મોતનો મામલો પોલીસે નોંધી લીધો. 
પછી તેના મૃતદેહને તેના પરિવારના લોકો ઈઝરાયલ લઈ ગયા. 
 
હવે પોલીસને તાજેતરમાં જ મોત સંબંધિત ફોરેસિંક રિપોર્ટ મળી છે. તેના મુજબ એ મહિલાનુ મોત દમ ઘૂંટાવવાથી થયુ હતુ. તપાસ સંબંધિત ઈનપુટ્સના આધાર પર પોલીસે યાકોવ વિરુદ્ધ મામલો નોંધી લીધો છે. હાલ યાકોવ ઈઝરાયલમાં રહે છે. પોલીસનુ કહેવુ છે કે હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમરનાથ યાત્રા - બાલટાલ માર્ગ પર જમીન ધસી પડતા 5 શ્રદ્ધાળુઓના મોત