Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જમ્મુ-કાશ્મીર - પુલવામા શાળામાં જોરદાર બ્લાસ્ટ, અનેક વિદ્યાર્થીઓ ઘાયલ

જમ્મુ-કાશ્મીર - પુલવામા શાળામાં જોરદાર બ્લાસ્ટ, અનેક વિદ્યાર્થીઓ ઘાયલ
શ્રીનગર , બુધવાર, 13 ફેબ્રુઆરી 2019 (16:27 IST)
. જમ્મુ-કાશ્મીરના પુલવામાં જીલ્લા સ્થિત એક પ્રાઈવેટ શાળામાં બ્લાસ્ટમાં લગભગ 12 વિદ્યાર્થી ઘાયલ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં ઘાયલ બાળકો નવમા અને 10માં ધોરણના બતાવાય રહ્યા છે.  આ દુર્ઘટનામાં ઘાયલ બાળકો નવમા અને 10મા ધોરણના બતાવાય રહ્યા છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી મામલાની તપાસ કરી રહી છે અને શાળા ખાલી કરાવી લેવામાં આવી છે.  એવુ કહેવાય રહ્યુ છે કે પુલવામાં નબરબલમાં શાળાના કલાસરૂમની અંદર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. હાલ તેમની હાલત સ્થિર છે. 
 
આ મામલે કેસ નોંધીને તાપસ શરૂ કરવામાં આવી છે. શાળાના ટીચર જાવેદ અહમદે જણાવ્યુ, 'હુ એ સમયે ભણાવી રહ્યો હતો ત્યારે વિસ્ફોટ થયો.  હુ એ સ્પષ્ટ નથી બતાવી શકતો કે કેટલા વિદ્યાર્થી ઘાયલ થયા છે. 
 
ઘટનાની શરૂઆતી તપાસમાં જોવા મળ્યુ છે કે બાકકો વિસ્ફોટક સામાન લઈને જઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્કૂલ રતનીપોરા એનકાઉંટર સાઈટના બગલમાં સ્થિત છે.  તેથી આશંકા વ્યક્ત કરવામાંં આવી રહી છે કે વિસ્ફોટક સામાન એનકાઉંટર સ્થળ પરથી લાવવામાં આવ્યો છે. આ પહેલા ગ્રેનેડ અટેકની આશંકા બતાવાય રહી હતી . 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જ્યંતિ ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલને ભાગેડુ જાહેર કરાયા