Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મોદીની આંધીથી બચવા એક થયા કૂતરા-બિલાડા અને નોળિયા...- અમિત શાહ

મોદીની આંધીથી બચવા એક થયા કૂતરા-બિલાડા અને નોળિયા...- અમિત શાહ
નવી દિલ્હી , શુક્રવાર, 6 એપ્રિલ 2018 (17:17 IST)
. બીજેપીના સ્થાપના દિવસ પર મુંબઈમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા પાર્ટી અધ્યક્ષ અમિત શાહે વિરોધીઓ પર જોરદાર હુમલો બોલ્યો. અમિત શાહે કહ્યુ કે દેશમાં જે મોદીજીની આંધી આવી છે તેના ભયથી સાંપ, બિલ્લી, નોળિયા બધા એક થઈને ચૂંટણી લડી રહ્યા છે.  
 
અમિત શાહે કહ્યુ મે એક વાર્તા સાંભળી હતી, જ્યારે ખૂબ આંધી અને પૂર આવ્યુ અને બધા વૃક્ષ, ઝાડ, રોપા પાણીમાં વહી જાય છે અને ફક્ત એક વટ વૃક્ષ બચી જાય છે એવામાં સાપ પણ એ વટ વૃક્ષ પર ચઢી જાય છે, નોળિયો પણ ચઢી જાય છે, બિલાડી પણ ચઢી જાય છે, કૂતરા પણ ચઢી જાય છે, ચિત્તો પણ ચઢી જાય છે. કારણ કે નીચે પાણીનો ભય છે.
 
તેમણે આગળ કહ્યુ મોદીજીની જે આંધી આવી છે તેના ભયથી સાપ નોળિયા કૂતરા બિલાડા એક થઈને ચૂંટણી લડવાનુ કામ કરી રહ્યા છે. અમારા નેતા નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી લોકપ્રિય નેતા છે. તેમના નેતૃત્વમાં 2019ની ચૂંટણી જીતવાની છે. 
 
રાહુલ ગાંધીની નકલ કરતા કોંગ્રેસ પર હુમલો 
 
એસસી-એસટી એકટને લઇ રાહુલ ગાંધીના આરોપો પર અમિત શાહે પલટવાર કરતાં કહ્યું કે રાહુલ બાબા કહે છે કે મોદી સરકારે એસસી-એસટી એકટને હટાવી દીધો. કોઇ એકટને હટાવ્યો નથી. તેઓ જુઠ્ઠો પ્રચાર કરવામાં વ્યસ્ત છે. કહે છે કે મોદી સરકાર અનામત હટાવી દેશે. હું તેમને જણાવી દઉં કે એવું કંઇ થવા જઇ રહ્યું નથી. શાહે પ્રહારના અંદાજમાં કહ્યું કે અમે કોઇ અનામત હટાવાના નથી. એટલું જ નહીં જો તમે એવું વિચારતા હોવ તો પણ અમે આમ થવા દઇશું નહીં.
 
પહેલીવાર કોઈ નેતાની જમાનત જપ્ત થઈ અને મીઠાઈ વહેંચી 
 
શાહે યુપીની બે લોકસભા પેટાચૂંટણીમાં હાર પર રાહુલના પ્રહારોનો જવાબ આપતા કહ્યું કે અમે બે લોકસભાની પેટાચૂંટી હાર્યા તો રાહુલ ગાંધીએ મીઠાઇઓ વહેંચી. મેં આવો પહેલો નેતા જોયો, જે પોતાની પાર્ટીની જમાનત જપ્ત થવા પર મીઠાઇઓ વહેંચી છે. શાહે કહ્યું કે રાહુલ બાબા અમે બે સીટો હાર્યા છીએ, પરંતુ અમે તમારી પાસેથી 11 રાજ્ય સરકારો છીનવી લીધી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મને બોલાવશે તો પણ હું IPLમાં નહી રમુ - શાહિદ આફરીદી