Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

CM ચંદ્રશેખર રાવનો મોટો નિર્ણય, તેલંગાનામાં વિધાનસભા થશે ભંગ

CM ચંદ્રશેખર રાવનો મોટો  નિર્ણય, તેલંગાનામાં વિધાનસભા થશે ભંગ
, ગુરુવાર, 6 સપ્ટેમ્બર 2018 (17:01 IST)
રાજ્યપાલ ઈએસએલ નરસિમ્હનના તેલંગાના વિધાનસભા ભંગ કરવાની ચંદ્રશેખર રાવ મંત્રીમંડળની ભલામણને તત્કાલ સ્વીકાર કરી લેવાથી નવગઠિત રાજ્યની પ્રથમ સરકારનો કાર્યકાળ ચાર વર્ષ ત્રણ મહિના અને ચાર દિવસમાં જ સમાપ્ત થઈ ગયો.  રાજ્યપાલે કે. ચંદ્રશેખર રાવને નવી સરકારની રચના સુધી ચાલુ ધોરણે મુખ્યમંત્રી બન્યા રહેવાનો આગ્રહ કર્યો જેને શ્રી રાવે સ્વીકારી લીધો. 
 
વિધાનસભાના ભંગ થતા જ તેલંગાનામાં સમય પહેલા ચૂંટણી કરાવવાનો માર્ગ મોકળો થઈ ગયો. રાવની અધ્યક્ષતામાં થયેલ બેઠકમાં વિધાનસભા ભંગ કરવાની ભલામણ સંબંધી એક પંક્તિનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો. ત્યારબાદ રાવ મંત્રીમંડળના સહયોગીઓ સાથે રાજભવન ગયા અને તેમને નરસિમ્હનને પ્રસ્તાવની કોપી સોંપી.  તેલંગાના વિધાનસભા ભંગ થવાથી આ વર્ષે થનારા મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મિજોરમ વિધાનસભા સાથે રાજ્યમાં ચૂંટણી કરાવવાનો માર્ગ મોકળો થઈ ગયો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાટીદારોનો હોબાળો: બાયડમાં 20 પાટીદારોની અટકાયત, 200 બાઇક ડિટેઇન