Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બજરંગી ભાઈજાન ફિલ્મ સમીક્ષા - સલમાને આપી દર્શકોને ઈદી

બજરંગી ભાઈજાન ફિલ્મ સમીક્ષા - સલમાને આપી દર્શકોને ઈદી
, શુક્રવાર, 17 જુલાઈ 2015 (17:56 IST)
સલમાન ખાનના પ્રશંસકોને ક્યારેય ન પૂછો કે તેમની ફિલ્મ કેવી હતી. કારણ કે તેમને માટે સલમાનની ફિલ્મ નિષ્ઠાનો પ્રશ્ન વધુ હોય છે. આ વખતે ઈદની સૌથી મોટી ભેટ બજરંગી ભાઈજાન છે. આ ફિલ્મમાં પણ ઉણપો કાઢવા જઈએ તો ઢગલો મળી જશે. પણ હાલ તો ધ્યાન તેના પર કેન્દ્રીત રાખો કે નિર્માતા (સલમાન ખાન અને રાકલાઈન વેંકટેશ)ના ખાતામાં એકના આગળ કેટલા શૂન્ય જમા થશે. મનમોહન દેસાઈ માર્કા આ ફિલ્મ દર્શકો મેળવશે કે નહી એ પ્રશ્ન જ બેઈમાની છે."
ભારત-પાકિસ્તાનના સંબંધો પર બનનારી ફિલ્મોમાં મોટાભાગે દુશ્મની અને આંખોમાં પાણી આવી જાય એવા દ્રશ્ય સામાન્ય હોય છે. આ ફિલ્મમાં પાકિસ્તાનની જનતા પણ ગેરકાયદેસર રીતે તેમના દેશમાં ઘુસી આવેલા એક હિન્દુસ્તાનીને પ્રેમ કરતા દેખાય રહ્યા છે. તો શુ આ બંને દેશોના સંબંધોમાં ફેરફારની શરૂઆત છે.  
 
છ વર્ષની એક બાળકી શાહિદા ઉર્ફ મુન્ની (હર્ષાલી મલ્હોત્રા) જે બોલી નથી શકતી. હિન્દુસ્તાન આવીને ખોવાય ગઈ છે. તેને પવન કુમાર ચતુર્વેદી ઉર્ફ બજરંગી (સલમાન ખાન)એ પહેલા મજબુરી પછી પ્રેમને કારણે રાખવી પડે છે. આ દરમિયાન બજરંગીને એક કટ્ટર હિન્દુસ્તાનીની પુત્રી રસિકા (કરીના કપૂર) સાથે પ્રેમ થઈ ગયો અને લગ્ન પહેલા તે બાળકીને તેના માતા-પિતાને સોંપી દેવા માંગે છે. પાસપોર્ટ-વીઝા વગર એ બાળકીને તેના માતા-પિતાને સોંપી દે છે. આ દરમિયાન ચાંદ મોહમ્મદ (નવાજુદ્દીન સિદ્દીકી) એક ઘરેલુ ટાઈપના સ્ટ્રિંગર તેની મદદ કરે છે. નવાજુદ્દીન એટલો સહજ લાગે છેકે લાગતુ જ નથી કે તે અભિનય કરી રહ્યા છે. સલમાન ખાનની ચમક પણ તેમના અભિનયને ઝાંખો નથી કરી શકી. 
 
પહેલા મનમોહન દેસાઈની ફિલ્મોમાં થતુ હતુ. દરગાહ પર જાવ અને આંખોની રોશની મેળવો. નમાજ પઢો અને ખોવાયેલા માતા પિતાને મેળવો. ચમત્કારોની આ કડીને નિર્દેશક (કબીર ખાન)એ આગળ વધારી છે. દરગાહમાં  જઈને માં નો ક્લૂ મળવો અને બાળકી જો કે ભારતની એક દરગાહમાં આવી ચુકી છે. તો તેનો અવાજ પાછો આવવો પણ જરૂરી હતો. સલમાન સ્ટાઈલના લટકા-ઝટકાવાળા ગીત. તેમની સ્ટાઈલની ફાઈટિંગ અને થોડી ઉણપો છતા આ ફિલ્મ બાંધી રાખે છે. આ ફિલ્મમાં એક્શન-ઈમોશન બરાબર છે. ઘણા દિવસો પછી આવી ફિલ્મ આવી છે જેને પૂર્ણ ફેમિલી સાથે બેસીને જોઈ શકાય છે. કોઈ વયસ્ક મજાક નથી. આ કોમેડી ફિલ્મ નથી પણ સામાન્ય હાસ્યની તેમા કમી નથી. 
webdunia
અનેક દ્રશ્ય મનને સ્પર્શી જાય છે. ખાસ કરીને શાહિદા ઉર્ફ મુન્ની દ્વારા કહ્યા વગર બજરંગીને પકડી લેવુ કે તે એકલી પાકિસ્તાન નહી જાય. ક્રિકેટ મેચ દરમિયાન પાકિસ્તાનની જીત પર શાહિદા દ્વારા તાળી વગાડવી અને નાનકડા બાળકનુ કહેવુ કે 'શુ કરી રહી છે મુન્ની, આ ખોટી ટીમ છે' 
 
હવે થોડુ પોલિટિકલ થઈને વાત કરીએ તો પવન કુમાર ચતુર્વેદીના પિતા શાખા પ્રમુખ બતાવ્યા છે. શુ આ માત્ર સંયોગ છે.... ! 
 
ફિલ્મ - બજરંગી ભાઈજાન 
કલાકાર - સલમાન ખાન, કરીના કપૂર, નવાજુદ્દીન શિદ્દીકી, હર્ષાલી મલ્હોત્રા. 
સમય - 160 મિનિટ 
સર્ટિફિકેટ- U/A
રેટિંગ - 4 સ્ટાર 

Share this Story:

Follow Webdunia gujarati