Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતમાં ક્રિસમસની ઉજવણી

ભારતમાં ક્રિસમસની ઉજવણી
W.D

ભારતની અંદર ભલેને ખ્રિસ્તીઓની સંખ્યા ઓછી હોય પરંતુ આખી દુનિયામાં મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ ધરાવતાં હોવાથી ક્રિસમસ હવે દુનિયાનો તહેવાર બની ગયો છે. એટલા માટે આજે આખી દુનિયાની અંદર ક્રિસમસને પણ ખુબ જ ધામધુમથી ઉજવવામાં આવે છે.

જેવી રીતે દિવાળી અને ઈદની જેમ બજારનો મુડ તહેવાર જેવો થઈ જાય છે તેમ જ હવે ક્રિસમસ વખતે પણ મોટા મોટા સેલની ઘોષણાઓ થઈ જાય છે. ગીફ્ટની ખરીદી, તેને પોતાના પ્રિયજનોની નજરથી સંતાડીને રાખવા, કૈરોલ સિંગીગ આ બધી જ વસ્તુઓ ક્રિસમસ સાથે જોડાયેલી છે જે દરેકને પોતાની તરફ આકર્ષિત કરે છે. પહેલાં માત્ર ફોરેનમાં જ ક્રિસમસની સેલ લાગતી હતી પરંતુ હવે તો ગોવા, કેરાલા, મુંબઈ અને ઉત્તર ભારતમાં પણ ક્રિસમસની અનોખી ઉજવણી જોવા મળે છે.
webdunia
W.D

માણસ ભલેને કોઈ પણ દેશમાં કોઈ પણ વેશે રહેતો હોય પરંતુ તેની ભાવનાઓ આખી દુનિયામાં એક જેવી જ હોય છે. કેમકે ભારતમાં ખ્રિસ્તી લોકોની પેઢીઓ પહેલાંથી ખ્રિસ્તી ન હતી તે હિંદુઓ હતાં એટલે આજે પણ તેમની ખાણી-પીણી, વ્યવહાર અને સંસ્કૃતિમાં પણ તેમના સંસ્કાર જોવા મળે છે.

આમ તો આખી દુનિયામાં ક્રિસમસ ઉજવવાની કોઈ ચોક્કસ એક રીત નથી. અહીંયા સુધી કે 25 ડિસેમ્બરની અડધી રાત્રે ગવાતુ સમુહગાન પણ ઘણી જગ્યાએ સ્થાનિક આદર્શો, સંકલ્પ અને ઉદ્દેશ્યોને પોતાની અંદર સમાવી લે છે. દરેક દેશની પોતાની મૌલિક સંસ્કૃતિ છે. એટલા માટે દરેક દેશ પોતાની રીતે ખુશીની ઉજવણી કરે છે. એટલા માટે હર્ષોલ્લસ ફિક્કો નથી પડતો પરંતુ સપ્તરંગી થઈ જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati