Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોધરા કાંડ - શુ આજનો દિવસ તમને યાદ છે ?

ગોધરાકાંડ વરસી વિશેષ

ગોધરા કાંડ - શુ આજનો દિવસ તમને યાદ છે ?
, બુધવાર, 27 ફેબ્રુઆરી 2013 (17:21 IST)
.
 
P.R
આજનો દિવસ તમને યાદ છે. ગુજરાતના લોકો કદાચ જ આજનો દિવસ ભૂલી શકે. અગિયાર વર્ષ પહેલા ગુજરાતની આજની સવારે એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. કારણ કે ગુજરાત આ અફેલા 1 મે 1960ના રોજ પોતાની સ્થાપનાની સાથે જ પૃથક રાજ્યના રૂપમાં પ્રથમ અધ્યાય શરૂ કરી ચુક્યુ હતુ, અને ત્યારબાદ તો નવનિર્માણ આંદોલન, રોતી રમખાન, 1969ના હુલ્લડ, નર્મદા આંદોલન જેવા અનેક પડાવોના રૂપમાં ઘણા અધ્યાય ચાલ્યા અને ખતમ પણ થઈ ગયા, પણ 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગુજરાતની સાથે જે નવો અધ્યાય જોડાયો, તેની જડ એટલી ઊંડી છે જે આજે 11 વર્ષ પછી જ નહી આવનારા 21-31 વર્ષ સુધી ઉખાડીને ફેંકી નથી શકાતી.

આ વાત બીજી છે કે ગુજરાત મોટા ભાગે કડવી વાતોને ભૂલીને આગળ વધવામાં જ વિશ્વાસ કરે છે. પણ રાજનીતિ કે એવી બલા છે, જે સમય સમય પર આ જડને પાણી સિંચીને વધુ મજબૂત કરવાની કોશિશ કરે છે. ફૈજાબાદથી અમદાવાદ માટે સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પોતાના નિર્ધારિત સમાય મુજબ હંમેશાની જેમ 27 ફેબ્રુઆરી 2002ની એ સવારે પણ ઝડપથી અમદાવાદની તરફ આગળ વધી રહી હતી. ટ્રેનમાં હજારો મુસાફરો હતા અને આ મુસાફરોમાં કારસેવક પણ હતા. જે અયોધ્યામાં રામ મંદિર પ્રાંગણમાં કારસેવા કરીને અમદાવાદ પરત ફરી રહ્યા હતા.

આ કારસેવક આ ટ્રેનના એસ-6મા બેસ્યા હતા. ત્યારે ગોધરાની પાસે સિગ્નલ ફળિયા વિસ્તારમાં એસ-6 ડબ્બો આગથી ઘેરાય ગયો અને તેમા 59 કારસેવક માર્યા ગયા. આને જ ગોધરાકાંડ કહેવાય છે.ત્યારબાદ જે તહ્યુ તે આખુ ગુજરાત અને જે ન થયુ તે પણ આખો દેશ જાણે છે. આ આજે પણ વિવાદનો વિષય છે કે એ ગોધરાકાંડ હતુ કે ગોધરા દુર્ઘટના ?

આજે આ મુદ્દા પર ચર્ચા કરવી એ માટે જરૂરી છે કારણ કે આજે આ ઘટનાને 11 વર્ષ થઈ ગયા. 27 ફેબ્રુઆરી, 2002ની સવારે જે થયુ તે ગુજરાતને એક નવો અધ્યાય આપ્યો. આગામી ચાર દિવસ મતલબ 28 ફેબ્રુઆરી, 1,2,3 માર્ચ સુધી ગુજરાત ભીષણ રમખાણોમાં સળગતુ રહ્યુ.

પણ આજે આ ચર્ચાનો વિષય ગોધરા કાંડ પછી વિશે નહી પણ ગોધરાકાંડ પહેલા વિશે છે. ગોધરાકાંડ પછી શુ થયુ ? કેવુ થયુ ? કેટલુ થયુ ? આ વિશે તો અગિયાર વર્ષોથી થઈ રહી છે, પણ આ પ્રશ્નોના જે પ્રકારના રાજનીતિક જવાબ આવતા રહ્યા અને જે પ્રકારની એક વ્યક્તિ વિશેષ એક સમૂહ વિશેષને નિશાન બનાવવામાં આવ્યા, તેને જ કારણે ગોધરા પર વિચારવા માટે આ વિવશતા ઉભી થઈ છે.

સૌથી મોટો સવાલ એ છે કે ગોધરા કાંડ પહેલા આ દેશમાં એવી કોઈ ઘટના બની જ નથી કે જ્યારબાદ આટલી મોટી પ્રતિક્રિયા થઈ હોય ? આમ તો આ પ્રશ્નનો એક મોટો જવાબ છે 1984ના સિખ વિરોધી રમખાનો. કોઈપણ નેતા પાસે ગોધરાકાંડના જવાબમાં સિખ વિરોધી રમખાણો જ હશે. પણ શુ દિલ્હી નએ પંજાબ તેને ભૂલીને આગળ નથી વધ્યુ ? શુ આખો દેશ અને શિખ સમાજ પોતે આજે એ રમખાણોને લઈને કોઈ હિન્દૂ કે કોઈ કોંગ્રેસી નેતા વિશે ઝેર ઓકે છે ?

દેશ જો ગોધરાકાંડને લઈને શરમ અનુભવતો હોય તો એ રમખાણોને લઈને માત્ર નરેન્દ્ર મોદીને જ જવાબદાર ઠેરવવામાં આવે છે, તો દેશ માટે એટલા જ દોષી રાજીવ ગાંધીને પણ માનવા જોઈએ. લોકોને સારી રીતે યાદ હ્શે કે ઈન્દિરા ગાંધીની હત્યા પછી રાજીવ ગાંધીએ શુ કહ્યુ હતુ ? 'જ્યારે કોઈ મોટુ ઝાડ પડે છે તો ધરતી જરૂર કંપે છે', જો કે તેના જવાબમાં તત્કાલીન વિપક્ષી નેતા અટલ બિહારી વાજપેયીએ કહ્યુ હતુ કે 'રાજીવ ગાંધી હજુ બાળક છે, તેમને ખબર નથી કે જ્યારે ધરતી હલે છે, ત્યારે ઝાડ પડે છે.'
હવે 11 વર્ષ પછી આપેલા મોદીના નિવેદનને જુઓ.. ગોધરાકાંડ મતલબ 27 ફેબ્રુઆરી 2002ના રોજ જ્યારે સાબરમતી એક્સપ્રેસના એસ-6માં આગથી 59 કારસેવકોનુ મૃત્યુ થયુ અને ગુજરાતમાં હિંસા ભડકી ત્યારે મોદીએ પ્રતિક્રિયા આપી હતી, 'જ્યારે કોઈ ક્રિયા થાય છે, તો પ્રતિક્રિયા પણ થાય છે. અને આપણ યાદ અપાવવાની જરૂર નથી કે વાજપેયીએ એ સમયે પણ સક્રિય હતા અને તેમણે મોદીને રાજધર્મની સીખ આપી હતી.

આ ચર્ચાનો વિષય વાજપેયી નહી, પણ રાજીવ ગાંધી અને નરેન્દ્ર મોદીનુ દર્દ છે. શુ રાજીવ ગાંધીની પ્રતિક્રિયા અને મોદીની પ્રતિક્રિયામાં કોઈ મોટો ફરક છે. બંને ઘટનાઓમાં નિશાન તો અલ્પસંખ્યક જ બન્યા. થોડાક લોકોની કરતૂતને કારણે સમાજના એક મોટા વર્ગને નુકશાન વેઠવુ પડ્યુ. પણ રાજનીતિના મેદાનમાં રાજીવ અને મોદીની વચ્ચે આટલો મોટો ફર્ક કેમ ? શુ લોકો નથી જાણતા કે મોદી તો માત્ર મુખ્યમંત્રી હતા જ્યારે રાજીવ ગાંધી તો દેશના પ્રધાનમંત્રી હત. જ્યા સુધી રમખાણોની જવાબદારીની વાત છે તો શિખ વિરોધી રમખાણો છતા એ સમયે દેશમાં રેકોર્ડ બહુમત સાથે કોંગ્રેસ સ્ત્તામાં આવી હતી, તો ગુજરાતમાં પણ કંઈક આવુ જ થયુ. પછી રાજીવ અને મોદીમાં ભેદભાવ કેમ ? સિખ વિરોધી રમખાણો ભૂલાવીને દેશ જ્યારે આગળ વધી ચુક્યો છે અને સિખ બહુલ રાજ્ય પંજાબ સુધી કોંગ્રેસ ત્યારબાદ ઘણીવાર સિખ બહુસંખ્યક રાજ્ય પંજાબ સુધી પોતાની સરકાર અનેકવાર બનાવી ચુકી છે, તો બીજી બાજુ મુસ્લિમ સમૂહ પણ ધીરે ધીરે ચૂંટણી દર ચૂંટણીએ આ સંકેત આપી ચુક્યુ છે કે તે પણ ગુજરાત રમખાણોને ભૂલવા માંગે છે અને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ સમુહે મોદીને અને ભાજપાઅના પક્ષને સારી એવી સંખ્યામાં મતદાન કરીને આ જ મહિનામાં થયેલ નગરપાલિકા ચૂંટણીમાં મુસ્લિમ વસ્તીવાળા નગરપાલિકામાં તમામ 27 સીટો પર ભાજપાના ઉમેદવારોને જીતાડીને પોતાના બદલાયેલ વિચારોનો પુરાવો આપ્યો છે.

જો ગુજરાત પોતાના જખમ ભૂલીને આગળ વધી રહ્યુ છે તો દેશના કેટલાક લોકો, કેટલાક રાજનીતિક દળ છેવટે ક્યા સુધી મોદીને અસ્પૃશ્ય બનાવી રાખશે. આ યાદ અપાવવુ જરૂરી નથી કે લોકતંત્રમાં છેવટનો બહુમત જ સર્વસ્વ હોય છે અને ગુજરાત મોદીના પક્ષમાં એકવાર નહી, પણ ત્રણ-ત્રણ વાર બહુમત આપી ચુક્યુ છે. તો દેશ પણ તથાકથિત ધર્મનિરપેક્ષ રાજનેતાઓ અને તેના દળો તેમજ તેની સંકીર્ણ વોટ બેંક આધારિત વિચારને બતાવીને નરેન્દ મોદીના પક્ષમાં પોતાનો મિજાજ બતાવી ચુક્યુ છે.

મોદીની લોકપ્રિયતાને જોઈને જો વિપક્ષી નેતાઓ મોદીને હરાવવા કે તેમની લોકપ્રિયતા ઓછી કરવા વારેઘડીએ ગુજરાત તોફાનોનો એકમાત્ર મુદ્દાને લઈને જ રાગ આલાપી રહ્યા હોય તો તેમને રાજીવ ગાંધીના નિવેદનને પણ ન ભૂલવુ જોઈએ. એ પણ સાંપ્રદાયિક રમખાણો જ હતા. શીખ વિરોધી રમખાણો છતા લોકોએ તેને ભૂલીને કોંગ્રેસની સરકાર બનાવવામાં હામી ભરી હોય તો પછી ગુજરાતમાં થયેલા કોમી રમખાણોને પણ ભૂલીને મોદીને વારેઘડીએ તેને લઈને ઘેરવા છોડી દેવા જોઈએ અને તેમની લોકપ્રિયતા માત્ર ગુજરાત વિકાસ અને તેમના વિચારોને કારણે જ છે એ વાત કબૂલવી જોઈએ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મોદીનો સાથ આપવા બદલ અંબાણીને જાનથી મારવાની ધમકી