Metrino - આજની વઘતી જતી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અપાવનારુ આધુનિક સાધન

શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2018 (17:18 IST)
રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં મેટ્રોએ સામાન્ય લોકોના જીવનને વધુ સહેલુ બનાવી દીધુ છે.  તેનાથી એક સ્થાન પરથી બીજા સ્થાન પર જવુ સહેલુ બની ગયુ છે અને રસ્તા પર ટ્રાફિકનો દબાવ ઓછુ કરવામાં પણ મદદ મળી છે. મેટ્રો સાથે જ મોનો રેલ પણ મુંબઈ જેવા શહેરમાં ચલાવવામાં આવી છે.  શહેરો પર સતત વધતી જનસંખ્યા અને ટ્રાફિક દબાણને કારણે વાહનવ્યવ્હાર નવા નવા સંસાધનોની શોધ ચાલી રહી છે.  અત્રે એ ઉલ્લેખનીય છે કે અહી અમે હાઈપરલૂપ અને બુલેટ ટ્રેન જેવા લાંબા અંતરના વિકલ્પો વિશે વાત નથી કરી રહ્યા. પણ શહેરની અંદર અવર જવરને સહેલી બનાવનારા સાધનોની વાત કરી રહ્યા છીએ.  મેટ્રો અને મોનો રેલ કરતા એક પગલુ આગળ એક નવા સાધન તરફ હવે ભારત આગળ વધવા માંડ્યુ છે. આવો આજે જાણીએ આવા જ એક સાધન વિશે.. 
 
ભવિષ્યનુ ટ્રાંસપોર્ટ છે મેટ્રિનો 
 
જી હા અમે ભવિષ્યની જે વાહનવ્યવ્હારની વાત કરી રહ્યા છીએ એ છે મેટ્રિનો. આ વર્તમાન પરિવહન વ્યવસ્થામાં સામાન્ય થઈ ચુકેલ મેટ્રો અને મોનો રેલથી બિલકુલ અલગ છે.  હકીકતમાં આ એક પ્રકારની એયર ટેક્સી સેવા છે. આ જમીનથી અનેક મીટર ઉપર પાઈપની મદદથી ચાલે છે. આ રીતે આ રસ્તા પર ટ્રાફિકના દબાણને ઓછુ કરવામાં પણ મદદરૂપ રહેશે.  ખાસ વાત તો એ છે કે મેટ્રો અને મોનોરેલની જેમ આને બનાવવામાં ભારે ભરખમ રૂપિયા પણ નહી ખર્ચ કરવા પડે. 
દિલ્હીમાં મેટ્રોનો પર પસંદગી વધુ 
 
કેન્દ્ર સરકારે જે રીતે દિલ્હીમાં મેટ્રિનોના સંચાલનની જાહેરાત કરી કે તરત જ ચાર આંતરરાષ્ટ્રીય કંપનીઓના બિડ પણ પ્રાપ્ત થઈ ગયા. દિલ્હીમાં ઘૌલાકુઆંથી હરિયાણાના ઔઘોગિક ક્ષેત્ર માનેસર સુધી મેટ્રિનોના સંચાલની યોજના પર કામ ચાલી રહ્યુ છે. 
 
AC વાળી પૉડ ટેક્સી છે મેટ્રિનો 
 
મેટ્રોનો એક પૉડ(ડબ્બો) ટેક્સી જેવી છે અને આ રોપ-વે ની જેવી દેખાય છે. જો કે રોપ-વે ટ્રોલીને કોઈ સ્થાન પર રોકતા અન્ય ટ્રોલી પણ થંભી જાય છે. જો કે મેટ્રિનોમાં એવુ નથી હોતુ. સાથે જ આ એયરકંડીશંડ(એસી) સુવિદ્યા યુક્ત હોય છે. 
 
6.5 મીટરની ઊંચાઈ પર સંચાલન 
 
એમડીડીએ વીસી મુજબ મેટ્રોનોનું સંચાલન જમીનથી ઓછામાં ઓછી 6.5 મીટરની ઊંચાઈ પર કરવામાં આવશે.  વિવિધ ક્ષેત્રોમાં જરૂર મુજબ તેની ઊંચાઈ નક્કી કરવામાં આવશે. 
 
60 કિમી પ્રતિ કલાક સુધીની ગતિ - મેટ્રિનો ની ગતિ 60 કિલોમીતર પ્રતિ કલાક સુધીની રહેશે.  ગતિના હિસાબથી આ વધુ ટ્રાફિકજામ વાળા રોડ પર મુસાફરી કરવા કરતા અનેકગણી સારી છે. 
50-60 કરોડ રૂપિયા પ્રતિ કિલોમીટરનુ રોકાણ 
 
મેટ્રિનો પરિયોજનાનુ રોકાણ પ્રતિ કિલોમીટર 50 થી 60 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.  આ હિસાબથી જોવા જઈએ તો આ મેટ્રો અને મોનો રેલ કરતા ઓછી ખર્ચાળ છે. 
 
ચાલક વગરની હોય છે મેટ્રિનો 
 
મેટ્રિનો ચાલક રહિત હોય છે. તેમા અંદર સ્ક્રીન પર વિવિધ સ્ટેશનના નામ હોય છે અને મુસાફરો તેની પસંદગી કરીને સંબંધિત સ્ટેશન પર ઉતરી શકશે.  ઉતરવા અને ચઢવા દરમિયાન પૉડ ટેક્સી લિફ્ટની જેમ નીચે આવશે અને પછી ઉપર જતી રહેશે. 
 
દહેરાદૂનમાં પણ ચાલશે મેટ્રિનો 
 
દેહરાદૂનને શહેરને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ અપાવવા માટે મસૂરી દેહરાદૂન વિકાસ પ્રાધિકરણ (એમડીડીએ)એ પણ મેટ્રિનોનુ સોનેરી સપનુ સેવ્યુ છે.  અહી મેટ્રિનો પરિયોજના પર કામ પણ શરૂ કરવામાં આવ્યુ છે.  
 
દેહરાદૂનને ટ્રાફિક જામથી મળશે મુક્તિ 
 
ઉપાધ્યક્ષ ડો. આશીષ કુમાર મુજબ કેટલાક સમય પહેલા નીતિ પંચે મેટ્રિનોનુ સંચાલન પાયલ પ્રોજેક્ટના રૂપમાં શરૂ કરવાની લીલી ઝંડી આપી દીધી છે. જો કે આયોગે દિલ્હી માટે તેની પ્રશંસા કરી છે.  આ જ રીતે દૂનમાં પણ તેના સંચાલનના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.  તેનુ કારણ એ છે કે અહી પણ જામની સમસ્યા દિવસો દિવસ વિકટ થતી જઈ રહી છે. મેટ્રિનોની સૌથી ખાસ વત એ છે કે તેનુ સંચાલન વધુ ગીર્દીવાળા વિસ્તારમાં પણ કરી શકાશે.  આ પરિયોજનામાં કોઈ મોટા બાંધકામનુ નિર્માણ કરવાની જરૂર પણ હોતી નથી. 
 
મુખ્ય સચિવે પણ પરિયોજના પર સહમતિ આપી અને હવે મેટ્રિનો બનાવનારી આ નામની કંપની મેટ્રિનોના અધિકારીયોને દૂનમા બોલાવવાની યોજના કરવામાં આવી રહી છે. જેથી તેઓ નક્કી કરી શકે કે શહેરના કયા ભાગમાં આનુ સંચાલન શક્ય છે. 
 
વધતી વસ્તી અને વધતી જતી ટ્રાફિક સમસ્યાને જોતા આ એક સારો વિકલ્પ છે.. આનાથી મોટા શહેરોની ટ્રાફિકની સમસ્યા સાથે પોલ્યુશન.. અકસ્માતની સમસ્યા પણ ઓછી થઈ શકે છે.  વિજ્ઞાન ખરેખર માનવ માટે આશીર્વાદ છે.. વિજ્ઞાન પાસે દરેક સમસ્યાનુ નિરાકરણ છે.. બસ માનવી પોતાના મગજનો ક્યારેક ખોટો ઉપયોગ પણ કરી નાખે છે.  જેમ કે આ ટેક્સીમાં ડ્રાઈવર નથી. જેથી તેમા બેસેલો દરેક મુસાફર એક સારો અને પ્રમાણિક નાગરિક હોવો જરૂરી છે.. સૌથી મોટી વાત તેમા સ્ત્રીને પુરૂષ મુસાફર સાથે બેસાડવી સલામતીની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહી તે પણ જોવાનુ રહેશે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

LOADING