Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શિવરાત્રિના તહેવાર પર પર્સમાં મુકો ખાસ દોરો, જરૂર મુજબ આવતો રહેશે પૈસો

શિવરાત્રિના તહેવાર પર પર્સમાં મુકો ખાસ દોરો, જરૂર મુજબ આવતો રહેશે પૈસો
, સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (17:40 IST)
મહાશિવરાત્રિનો તહેવાર 24 ફેબ્રુઆરી શુક્રવારે આવી રહ્યો છે. અ દિવસે ધનની દેવી લક્ષ્મીને સમર્પિત છે. શિવરાત્રી પર શિવ પૂજન કરતા પહેલા તેમના પુત્ર ગણેશજીનુ પૂજન કરવાનુ વિધાન છે. ભોલે બાબાએ ખુદ તેમને અગ્ર પૂજા અધિકારી બનાવ્યા છે. તેથી સૌ પ્રથમ ગણેશજીનુ પૂજન કરો અને દેવી લક્ષ્મીને પણ પ્રસન્ન કરવાની આ સારી તક છે.   શ્રીમંત થવાની ઈચ્છા દરેકના મનમાં હોય છે.  શિવરાત્રીના દિવસે ગણેશજીનો ખાસ ઉપાય કરીને આ ઈચ્છાને ફળીભૂત કરી શકાય છે. શિવરાત્રિ પૂજન પહેલા કાચા દોરા પર સાત ગાંઠ લગાવીને તેને બાપ્પાના ચરણોમાં મુકી દો. જ્યારે ચોથા પહરની પૂજા સમાપ્ત થઈ જાય તો તે દોરાને પર્સમાં મુકી દો. આઉપાયથી જરૂર મુજબ પૈસો આવતો રહેશે.  ક્યારેય ધન-ધાન્યના ભંડારમાં કોઈ કમી નહી આવે. 
 
વાસ્તુશાસ્ત્રીઓ મુજબ ધન સાથે સંબંધિત જે પણ અવરોધ આવે છે તેનો દોષ ઘર અથવા દુકાનમાં જ રહેલો હોય છે.  ઘણીવાર એવુ થાય છે કે અજાણતા તે નજર અંદાજ થઈ જાય છે. બેંક અને પર્સમાં ધનની કમીને દૂર કરવા માટે શિવરાત્રિના દિવસે પ્રથમ પૂજ્ય ગણેશજી અને ધનની દેવી લક્ષ્મીની પ્રતિમાં યોગ્ય સ્થાન પર મુકો. ઘરના ઉત્તરી  ભાગ ધન સંપત્તિના દ્વાર હોય છે. લક્ષ્મી-ગણેશની મૂર્તિ કે તસ્વીર આ દિશામાં સ્થાપિત કરો. નીચે લાલ કપડુ બિછાવો. શાસ્ત્રો મુજબ ગણપતિજીને મહાલક્ષ્મીના માનસ-પુત્ર માનવામાં આવે છે. ગણેશજીની મૂર્તને મહાલક્ષ્મીની મૂર્તિના ડાબી બાજુ વિરાજીત કરો. આદિકાળથી પત્નીને ચ્વામાંગીજૂ કહેવામાં આવે છે. ડાબી બાજુનું સ્થાન પત્નીને જ આપવામાં આવે છે. તેથી ક્યારેય પણ લક્ષ્મી-ગણેશને આ રીતે સ્થાપિત કરો કે મહાલક્ષ્મી હંમેશા ગણપતિના જમણી બાજુ રહે. ત્યારે જ પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. 
 
વાસ્તુશાસ્ત્રમાં બતાવેલ આ વસ્તુઓને પર્સમાં મુકો 
 
- લાલ રંગનો કાગળ 
- ચોખા 
- ગણેશ લક્ષ્મીની તસ્વીર 
- પીપળનુ પાન 
- ચાંદીનો સિક્કો 
- ગોમતી ચક્ર 
- રુદ્રાક્ષ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Why we celebrate MahaShivratri - જાણો શા માટે ઉજવાય છે શિવરાત્રિનો