Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અકબર બીરબલ : સત્ય અસત્ય વચ્ચેનું અંતર

અકબર બીરબલ : સત્ય અસત્ય વચ્ચેનું અંતર
એક વાર દરબાર ભર્યો હતો, બીજા દરબારીયોની સાથે બીરબલ પણ હતો. અકબરે એક સવાલ પૂછ્યો, જેને સાંભળીને દરબારીઓના વિચિત્ર હાલ થયા. અકબરે પૂછ્યુ - 'સત્ય-અસત્ય વચ્ચે કેટલું અંતર હોય છે, બે ત્રણ કે ચાર શબ્દોમાં ઉત્તર આપો.


સવાલ સાંભળીને બધા દરબારીઓ વિચાર કરવા માંડ્યા. પછી અકબરે બીરબલની સામે જોયુ, બીરબલ સિવાય આ પ્રશ્નનો ઉત્તર કોણ આપે ? અકબરે કહ્યુ - 'બીરબલ તુ જ કહે મારા પ્રશ્નનો જવાબ.

બીરબલે કહ્યુ - 'મહારાજ ! તમારા પ્રશ્નનો ઉત્તર છે, સત્ય અને અસત્ય વચ્ચે ચાર આંગળીનુ અંતર છે.

અકબર અને દરબારીઓને વાત ન સમજાઈ, અકબરે કહ્યુ - બીરબલ, જરા વિસ્તૃત સમજાવીશ કે નહી ? બીરબલે આપ્યો જવાબ - શ્રીમાન, આંખો કાનથી હોય છે ચાર આંગળી દૂર, કાનથી સાંભળેલી વાતો હોય છે ખોટી અને આંખોથી જોયેલી વાત હોય છે સાચી.

અકબર બીરબલની વાત સાંભળીને બાગ-બાગ થઈ ગયા, તેમણે બિરબલની ખુબ જ પ્રશંસા કરી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પુરાણો મુજબ વર્ષના ખાસ 7 દિવસ જ્યારે સ્ત્રી-પુરૂષનુ મિલન અશુભ હોય છે