Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાણકપુરનું જૈન મંદિર

રાણકપુરનું જૈન મંદિર
W.DW.D

રાજસ્થાનમાં અરવલ્લી પર્વતની ઘાટીઓના વચ્ચે આવેલ રાણકપુરમાં વૃષભદેવનું ચતુર્મુખ જૈન મંદિર આવેલ છે. ચારે તરફથી જંગલથી ઘેરાયેલ આ મંદિરની ભવ્યતા જોવા લાયક છે.

આમ તો રાજસ્થાન પોતાના ભવ્ય સ્મારકો અને ભવનો માટે પ્રસિધ્ધ છે. આમાં માઉંટ આબુ અને દેલવાડાના પ્રખ્યાત જૈન મંદિરોનો પણ સમાવેશ થાય છે. રાણકપુર મંદિર ઉદેપુરથી 96 કિલોમીટર દૂર છે. ભારતના જૈન મંદિરોમાં આની ઈમારત ભવ્ય અને વિશાળ છે.

આ ઈમારત લગભગ 40,000 વર્ગ ફુટની અંદર ફેલાયેલ છે. ઉદેપુરથી અહીંયા માટે પ્રાઈવેટ બસો અને ટેક્સીઓ ઉપલબ્ધ રહે છે. લગભગ 600 વર્ષ પહેલાં 1446 વિક્ર્મ સંવતમાં આ મંદિરનાં નિર્માણની શરૂઆત થઈ હતી જે 50 વર્ષ કરતાં પણ વધારે સમય ચાલ્યું હતું. આના નિર્માણની અંદર લગભગ 99 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો.

મંદિરની અંદર ચાર કલાત્મક પ્રવેશ દ્વાર છે. મંદિરની અંદર મુખ્ય ગૃહમાં તીર્થકર આદિનાથની આરસપહાણથી બનેલી ચાર મૂર્તિઓ છે. લગભગ 72 ઈંચ ઉંચી આ મૂર્તિઓના ચાર અલગ અલગ દિશાઓ તરફ મુખ છે. એટલા માટે જ આને ચતુર્મુખ કહેવામાં આવે છે.

આના સિવાય મંદિરની અંદર 76 નાના ગુમ્બદનુમા પવિત્ર સ્થાન, ચાર મોટા પ્રાર્થના કક્ષ તેમજ ચાર મોટા પૂજાના સ્થળ છે. આ મનુષ્યને જીવન મૃત્યુંની 84 યોનીઓથી મુક્તિ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રેરિત કરે છે.

મંદિરની પ્રમુખ વિશેષતા આના સેંકડો થાંભલા છે. આની સંખ્યા લગભગ 1444 છે. જે તરફ નજર નાંખીએ ત્યાં નાના મોટા થાંભલાઓ જ દેખાય છે પરંતુ આ થાંભલા એવી રીતે બનાવવામાં આવ્યાં છે કે કે આપણે ગમે ત્યાંથી પણ પવિત્ર સ્થળના દર્શન કરી શકીએ છીએ. આ થાંભલાઓ પર સુંદર નકશી કામ કરવામાં આવ્યું છે.

મંદિરના ઉત્તર ભાગની અંદર રાયણનું ઝાડ આવેલ છે. આ સિવાય આસપહાણના ટુકડાઓ પર ભગવાન ઋષભદેવના પગનાં ચિહનો પણ છે.

મંદિરના નિર્માતાઓએ જ્યાં કલાત્મક બે માળની ઈમારતનું નિર્માણ કર્યું છે ત્યાં જ ભવિષ્યની અંદર કોઇ સમસ્યાનું અનુમાન કરીને ઘણાં ભોયરાઓ પણ બનાવ્યાં છે. આ ભોયરાઓની અંદર પવિત્ર મૂર્તિઓને સુરક્ષિત મુકી શકાય છે. આ ભોયરાઓ મંદિરના નિર્માતાઓની નિર્માણ સંબંધી દૂરદર્શિતાનો પરિચય આપે છે.

વિક્રમ સંવત 1953 માં આ મંદિરને સાચવવાની જવાબદારી એક ટ્રસ્ટને આપવામાં આવી હતી. તેણે મંદિરનો પુનરોધ્ધાર કરીને તેને કુશળતાપુર્વક એક નવું સ્વરૂપ આપ્યું હતું. પત્થરો પર કરવામાં આવેલ નકશી કામ એટલું બધું ભવ્ય છે કે ઘણાં બધાં વિખ્યાત શિક્પકાર આને વિશ્વના આશ્ચર્યોમાંનું એક ગણાવે છે. દરેક વર્ષે હજારો પ્રેમી આ મંદિરને જોવા માટે આવે છે.

કેવી રીતે બન્યું રાણકપુર

આ મંદિરનું નિર્માણ ચાર શ્રધ્ધાળુ આચાર્ય શ્યામસુંદરજી, ધરનશાહ, કુમ્ભા રાણા તેમજ દેપાવે કરાવડાવ્યું હતું. આચાર્ય સોમસુંદર એક ધાર્મિક નેતા હતાં અને જ્યારે કે કુમ્ભા રાણા મલગઢના રાજા તેમજ ધરનશાહ તેમના મંત્રી હતાં.

ધરનશાહે ધાર્મિક પ્રવૃત્તિઓથી પ્રેરાઈને ભગવાન ઋષભદેવનું મંદિર બનાવવાનો નિર્ણય લીધો હતો. કહેવામાં આવે છે કે એક રાત્રે તેમને સપનામાં નલિનીગુલ્મા વિમાનના દર્શન થયાં હતાં જે પવિત્ર વિમાનોમાં સૌથી સુંદર માનવામાં આવે છે. આ સપનાને કારણે તેઓએ મંદિર બનાવવાનો નિર્ણય કર્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati