ટ્રાય ધીસ : આટલા ઘરેલુ ઉપાયો અજમાવી જુઓ

વાળની ચમક વધારવા - વાળની ચમક વધારવા માટે એક ચમચી વિનેગરને વાળ પર લગાવો. ત્યારબાદ વાળને સારી રીતે ધોઈ નાખો. આવુ કરવાથી વાળની ચમક વધશે.

લીંબુનો રસ કાઢવા : લીબુમાંથી વધુમાં વધુ રસ કાઢવો હોય તો લીંબુને એક કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખો ત્યારબાદ લીંબુનો રસ કાઢો

ત્વચા થશે સાફ - ત્વચા પરથી ધૂળ-માટી સાફ કરવા કાચા દૂધમાં રૂનુ પુમડું બોળીને તેને ચહેરા પર લગાવો, આવુ કરવાથી ત્વચા સાફ થશે. દૂધ ક્લીંઝરનુ કામ કરે છે.

વાળનો ખોડો દૂર કરવા - રોજ રાતે વાળના મૂળમાં સરસવના તેલથી માલિશ કરવી. સવારે શિકાકાઈ પાણીમાં ઉકાળી તે પાણીથી વાળ ધોવા. આવુ કરવાથી તમારા વાળમાં રહેલો ખોડો દૂર થઈ જશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

આગળનો લેખ વજન ઘટાડવા માટે દરરોજ સવારે ભૂખ્યા પેટ દૂધીનું જ્યુસ પીવો