Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરેલુ નુસ્ખા - દવા ખાધા વગર જ કરી શકાય છે આ 10 રોગોનો ઈલાજ

ઘરેલુ નુસ્ખા - દવા ખાધા વગર જ કરી શકાય છે આ 10 રોગોનો ઈલાજ
, ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (08:05 IST)
દરેક નાની-મોટી હેલ્થ પ્રોબલેમ્સમાં દવા ખાવી આરોગ્ય માટે ખૂબ જ નુકશાનદાયક હોય છે. તેથી નાની હેલ્થ સમસ્યા જેવી કે માથાનો દુખાવો, એસીડીટી વગેરે સમસ્યાઓ માટે દવા ખાવી સારી છે.  દાદી-નાનીના ઘરેલુ નુસ્ખાને અપનાવવામાં આવે જેથી પ્રોબલેમથી પણ જલ્દી મુક્તિ મળી જાય અને કોઈ પ્રકારનું રિએક્શન પણ ન થાય. 
 
1. નારિયળનુ દૂધ વાળની જડમાં લગાડવાથી વાળ ખરવા ઓછા થાય છે. વાળની જડમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરવા ઓછા થઈ જાય છે. 
 
2. આદુના રસ અને લીંબાના રસને બરાબર માત્રામાં લેવાથી માથાના દુ:ખાવામાં લાભ થાય છે. તુલસીના પાનને પાણીમાં નાખીને ઉકાળો અને જ્યારે પણી હલકુ ગરમ થઈ જાય ત્યારે પી લો માથાના દુ:ખાવામાં તરત જ રાહત મળશે. 
 
3. ચેહરા પર પિંપલ આવી ગયા હોય તો પિંપલવાળા સ્થાન પર રાત્રે સૂતી સમયે થોડુ લીંબૂનો રસ લગાવી લો સવાર સુધી ખીલ બેસી જશે. 
 
4. એસિડીટી કે પેટમાં બળતરાની સમસ્યા થઈ રહી હોય તો ઠંડુ દૂધ લેવાથી તરત જ રાહત મળે છે. કારણ કે દૂધમાં કેલ્શિયમ જોવા મળે છે જે એસિડ બનતા રોકે છે. 
 
5. શરદી અને ખાંસી થતા ફુદીનાના પાનના રસના એક એક ટીપા નાકમાં નાખવાથી લાભ થાય છે. કાળા મરી ફુદીના અને મીઠાને મિક્સ  કરી એક સાથે ચાવવાથી શરદીમાં ઝડપથી ફાયદો થાય છે.  
 
6. નારિયળ તેલ અને લીંબૂનો રસ બરાબર માત્રામાં મિક્સ કરી વાળની જડમાં આંગળીઓના પોરોથી મસાજ કરો વાળ નહી ખરે. 
 
7. ફુદીનાના 5-10 પાનને કચડીને રસ કાઢીને કાનમાં નાખશો તો આ કાનના દુખાવામાં આરામ મળે છે. 
 
8. અજમાના બીજને કાળા મીઠા સાથે ચાવવાથી અપચામાં ફાયદો થાય છે. 
 
9. મોઢામાં વાસ આવવાની ફરિયાદ હોય તો ફુદીનાના સુકા પાનને વાટીને તેનુ ચૂરણ બનાવી તેને દાત પર મંજનની જેમ લગાવવુ જોઈએ. આવુ કરવાથી મોઢાની દુર્ગધ દૂર થાય છે અને મસૂઢા પણ મજબૂત થાય છે. 
 
10. દાંતમાં દુ:ખાવો હોય તો મીઠાના પાણીથી કોગળા કરો. દાંતના  દુ:ખાવામાં આરામ મળશે. લવિંગના તેલનો ફુહો મુકવાથી પણ દાંતનો દુ:ખાવો ઓછો થઈ જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પાર્ટનરની અનબનને પ્યારમાં બદલશે આ વાસ્તુ ટિપ્સ