Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હોળીની મસ્તી નહી રહી જાય અધૂરી તો આ ટિપ્સ જરૂર અજમાવો

હોળીની મસ્તી નહી રહી જાય અધૂરી તો આ ટિપ્સ જરૂર અજમાવો
, શુક્રવાર, 1 માર્ચ 2019 (15:47 IST)
હોળી દરમિયાન સ્વાસ્થ્યની દેખરેખ બહુ આવશ્યક છે પણ આ સાથે જરૂરી છે રંગોના ઉપયોગમાં સાવધાની. શું તમે જાણો છો કૃત્રિમ રંગ તમારી હોળીની મજાને સજામાં ફેરવી શકે છે? આવામાં તમારે રંગો પ્રત્યે ખાસ સાવધાની દાખવવી જોઇએ. પણ પ્રશ્ન એ ઉઠે છે કે એવા કયા ઉપાયો અપનાવવામાં આવે જેથી કૃત્રિમ રંગ તમારી હોળી બગાડી ન શકે. નીચેની વિગતો વાંચશો એટલે આપોઆપ સમજી જશો કે હોળી રમતી વખતે કેવી રીતે સાવચેતી દાખવી રંગોથી થતા નુકસાનથી બચી શકાય...
 
- હોળી વગર રંગે તો સાવ ફિક્કી લાગે પણ એ વાત નકારી ન શકાય કે હોળીના રંગોમાં રહેલા કેમિકલ્સ આપણી ત્વચા અને વાળ માટે હાનિકારક સાબિત થઇ શકે છે.
 
- વાસ્તવમાં રંગો બનાવવામાં લેડ ઓક્સાઇડ, કોપર સલ્ફેટ અને માઇકા જેવા હાનિકારક કેમિકલ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં વપરાતી સિન્થેટિક ડાઇમાંથી બનેલા હોળીના રંગો ત્વચા અને વાળ માટે સહેજપણસારા નથી હોતા.
webdunia
- જે લોકોની ત્વચા બહુ સંવેદનશીલ હોય છે તેમને આ રંગોથી અનેક સમસ્યાઓ થઇ શકે છે. આ સમસ્યાઓમાં ખીલ, એલર્જી, એક્ઝિમા વગેરેનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, કેટલાકની ત્વચા પર રેશિશ પડી જાય છે તો કેટલાકના ચહેરા પર દાણા નીકળવા લાગે છે.

 
- કેટલાક લોકોની ત્વચા એટલી સંવેદનશીલ હોય છે કે તેમને હોળી બાદ ત્વચાનું કેન્સર પણ થઇ જાય છે.
 
- શું તમે જાણો છો કે હોળીના રંગોથી થતી ત્વચાને લગતી સમસ્યાઓ ઘણીવાર હોળીના રંગોને કાઢતા-કાઢતા જ સર્જાઇ જાય છે! જોકે તમે હોળીમાં લાગેલા રંગો કઇ રીતે દૂર કરો છો તેના પર આ નિર્ભર કરે છે અને ત્વચાની દેખરેખ કઇ રીતે કરો છો.
webdunia
- કેટલાક લોકો હોળીના રંગોને ઘસી-ઘસીને સાફ કરે છે જેનાથી તેમની ત્વચા સંબંધી સમસ્યાઓ વધી જાય છે.
 
- હોળીના કૃત્રિમ રંગોથી તમારા નખ પણ નબળા થઇ શકે છે. એટલું જ નહીં નબળા નખ જલ્દી વધી શકતા નથા કે પછી થોડા વધીને વચ્ચે જ તૂટી જાય છે. ઘણીવાર નખ પર ચઢેલો રંગ મહિના સુધી નથી નીકળતો. તો ઘણીવાર નખની કિનારી પર અને અંદરની ત્વચા પર રંગ ચઢી જાય છે જેનાથી તમારા નખ અને હાથ બહુ ભદ્દા દેખાય છે.

- હોળીના કૃત્રિમ રંગોથી તમારા વાળને પણ ઘણું નુકસાન પહોંચે છે. આનાથી વાળ નબળા થઇ જાય છે અને તૂટવા લાગે છે. કેટલાકને તો આ કૃત્રિમ રંગો ભરાઇ જવાને કારણે ખોડો થઇ જાય છે. વાળના મૂળમાં ખણ આવવી, એલર્જી થવી કે પછી મૂળમાં દાણા નીકળવા જેવી સમસ્યા પણ હોળીમાં દાખવવામાં આવતી બેદરકારીનું પરિણામ બની શકે છે.
webdunia
 
- હોળીના કૃત્રિમ રંગોથી આંખોને નુકસાન થઇ શકે છે. કેમિકલયુક્ત રંગોને જો આંખોથી દૂર રાખવામાં ન આવ્યા તો આંખમાં સોજો આવે છે અને એલર્જી થઇ શકે છે. ઘણીવાર તો આંખોમાં વધારે પડતો રંગ જતો રહેવાથી અંધાપાનું જોખમ પણ વધી જાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિવજીની પૂજામાં રાખો ધ્યાન, આ પ્રસાદ ખાવાથી થશો ગરીબ