Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

120 વર્ષ પછી મહાસંયોગમાં જન્મ લેશે પવનપુત્ર, આ શુભ મુહૂર્તમાં કરો પૂજા

120 વર્ષ પછી મહાસંયોગમાં જન્મ લેશે પવનપુત્ર, આ શુભ મુહૂર્તમાં કરો પૂજા
, સોમવાર, 10 એપ્રિલ 2017 (15:39 IST)
આ વર્ષે હનુમાન જયંતીના દિવસે ખૂબ જ વિશેષ યોગ છે.  ચૈત્ર શુક્લ પક્ષ પૂર્ણિમાના દિવસે ભગવાન હનુમાનનો જન્મ થયો હતો. આ સાથે જ 4 વર્ષ પછી એવુ હશે કે જ્યારે સંકટ મોચન જયંતી ચંદ્રગ્રહણથી મુક્ત હશે. આ વખતે હનુમાન જયંતી 11 એપ્રિલ મંગળવારે આવી રહી છે. 
 
જ્યોતિષાચાર્ય મુજબ હનુમન જયંતીમાં રાજ યોગની સાથે જ શુક્ર મીન રાશિમાં ઉચ્ચનો થઈ ગયો છે. જેની સૂર્ય સાથે યુતિ રહેશે. દ્વિતીય સ્થાન પર મેષ રાશિનો મંગળ શુભ ફળદાયી રહેશે. વિશેષ યોગ થવાને કારણે હનુમાન જયંતી ભક્તો માટે વિશેષ ફળદાયી રહેશે. આવો સંયોગ સમગ્ર 120 વર્ષ પછી બન્યો છે. જે બધા માટે શુભ સાબિત થઈ શકે છે. 
 
જ્યોતિષ મુજબ આ વખતે હનુમાન જયંતી પર ત્રેતા યુગ જેવો સંંયોગ બન્યો છે. આ દિવસે મંગળવાર હોવાની સાથે સાથે પૂર્ણિમા તિથિ અને ચિત્રા નક્ષત્ર પણ છે.  શાસ્ત્રો મુજબ હનુમનાજીનો જન્મના સમયેનો સાચો સંયોગ આ જ માનવામાં આવે છે. આ સાથે જ આ દિવસે ગજકેસરી અને અમૃત યોગ લાગી રહ્યો છે.  જેની કુંડળીમાં સાઢે સાતી ઢૈય્યા છે. આ માટે આ દિવસે પૂજા કરવી શુભ રહેશે. 
 
હવે 4 વર્ષ પછી બનશે આવો સંયોગ 
 
જ્યોતિષચાર્ય ઈદુ પ્રકાશ મુજબ જે જાતકો અપ્ર શનિની સાઢે સાતી ચાલી રહી હો.. તેનુ નિવારણ આ દિવસે કરી લો. કારણ કે આવો સંયોગ બીજા પૂરા 4 વર્ષ પછી બનશે. 
 
 
વર્ષ 2013ના રોજ હનુમાન જયંતી પર હતુ ચંદ્રગ્રહણ 
 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ 2013થી સતત હનુમન જયંતી પર ચંદ્રગ્રહણના યોગ બની રહ્યો હતો.  પણ આ વખતે ચંદ્રગ્રહણથી મુક્ત રહેશે. તેનાથી પૂજા-અર્ચના અને આરાધનામાં કોઈ સંકટ નહી આવે. 
 
શુભ મુહૂર્ત 
 
પૂર્ણિમા તિથિ શરૂ - 10 એપ્રિલના રોજ 10 વાગીને 22 મિનિટથી શરૂ 
પૂર્ણિમા તિથિ સમાપ્ત - 11 એપ્રિલના રોજ સવારે 11 વાગીને 37 મિનિટમાં સમાપ્ત 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મહિલાઓ કેવી રીતે મેળવી શકે છે હનુમાનજીની કૃપા , વાંચો 13 સાવધાનીઓ