Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પોલીસ અકાદમી કરાઈ માં ગુજરાતી ફિલ્મ 'રતનપુર' નો ખાસ શો યોજાયો

પોલીસ અકાદમી કરાઈ માં ગુજરાતી ફિલ્મ 'રતનપુર' નો ખાસ શો યોજાયો
, સોમવાર, 26 માર્ચ 2018 (12:17 IST)
આજે ચારે બાજુ આપણી ગુજરાતી ફિલ્મ 'રતનપુર' ની ખાસ્સી ચર્ચા છે. નવા જ વિષય અને માવજતના કારણે આ ફિલ્મ દર્શકો અને વિવેયાકોને એક સાથે પસંદ આવી રહી છે,..'રતનપુર'એક રીયલ આઈપીએસ ઓફિસરની વાર્તા છે. અને એટલે જ આ ફિલ્મનો એક સ્પેશીયલ શો કરાઈ પોલીસ એકેડેમી ખાતે રાખવામાં આવેલો. જેને ત્યાના ઓફિસર્સ અને તાલીમાર્થી કેડેટ્સએ ભરપુર પ્રશંસા સાથે માણી હતી.એકેડેમીના વડા અને ઉપપોલીસ મહાનિરીક્ષક નિપુણા તોરવણે, એ ફિલ્મ જોઇને કહ્યું કે, "રતનપુર ફિલ્મ પોલીસ ઉપરની ખુબ ઓથેન્ટિક ફિલ્મ છે. જે આપણી માતૃભાષામાં બનેલી છે. એ જોઇને ખુબ ગર્વ થયો." તો બીજા પોલીસ ઓફિસરે કહ્યું કે, "રતનપુર ગુજરાતી સિનેમાની આ હટકે ફિલ્મ છે.

સાવ નવી ચીલો ચીતરે છે. જેને દરેક ગુજરાતીએ જોવી જ જોઈએ."  કરાઈ ખાતે યોજાયેલા ખાસ સો માં ફિલ્મ ના એક્ટર તુષાર સાધુ, શિવાની ભટ્ટ અને ડાયરેક્ટર વિપુલ શર્મા ખાસ હાજર રહ્યા હતા.  તાલીમાર્થીઓ સાથે આ ફિલ્મ નો વિશેષ સો રાખવા પાછળ નો કારણ ફિલ્મ ની સ્ટોરી છે જેમાં એક આઈપીએસ અધિકારી ના જીવનમાં આવતા ઉત્તાર ચઢાવ વિશે ખુબજ સારી રીતે દરસાવામાં આવ્યું છે. ફિલ્મ નિહાળી પોલીસ કર્મીઓએ જણાવ્યું હતું કે ગુજરાતીમાં આ ક્વોલીટીની ફિલ્મ્સ બનશે તો ગર્વ સાથે અમે ગુજરાતી ફિલ્મો જ જોઈશું.પ્રો લાઈફ એન્ટરટેઈનમેન્ટ ના બેનર હેઠળ બનેલી રતનપુર ફિલ્મ ના નિર્માતા એમ.એસ.જોલી અને યોગેશ પારિક વધુને વધુ પોલીસમેન સુધી આ ફિલ્મને પહોંચાડવા માંગે છે,..એમનું માનવું છે કે આ ફિલ્મ દર્શકો,બુદ્ધિજીવીઓ,વિવેચકોઅને પોલીસમેન સૌ કોઈને પસંદ આવી રહી છે તે જોતા અમને લાગે અમારી મહેનત રંગ લાવી છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ઠુમકા લગાવતી અને સીટી વગાડતી આવી માર્ડન મોહિની