Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વડોદરાના બિલ્ડરની અભિનેત્રી પત્નીને કોલગર્લ દર્શાવી ફોટોગ્રાફ વાયરલ કરાયો

વડોદરાના બિલ્ડરની અભિનેત્રી પત્નીને કોલગર્લ દર્શાવી ફોટોગ્રાફ વાયરલ કરાયો
, શનિવાર, 5 મે 2018 (13:15 IST)
બોલિવુડની સી ગ્રેડ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અને વડોદરાના બિલ્ડરને પરણેલી અભિનેત્રીને સોશિયલ મીડિયા પર કોલગર્લ દર્શાવી તેના ફોટા વાયરલ કરાયા છે. આ અભિનેત્રીનું નામ સપના સપ્પુ છે, અન તે લગભગ 90 જેટલી સી ગ્રેડ મુવીઝમાં કામ કરી ચૂકી છે. સપના 2012માં વડોદરાના બિલ્ડર રાજેશ ગોયલને પરણી હતી. સપનાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે છેલ્લા 20 વર્ષથી બોલિવુડમાં એક્ટ્રેસ અને પ્રોડ્યુસર તરીકે સક્રિય છે. પોતાના પ્રોફેશનને કારણે સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ એવી સપનાએ તેના ફોટોગ્રાફ્સ પણ સોશિયલ મીડિયા પર મૂક્યા છે.

આ જ ફોટોગ્રાફનો દુરુપયોગ કરાઈ તેને કોલગર્લ તરીકે દર્શાવાઈ દેવાઈ છે. સોશિયલ મીડિયા પરથી ફોટો ઉઠાવી પોતાને દિલ્હીની કોલગર્લ તરીકે દર્શાવાતા સપનાએ પોલીસ ફરિયાદ કરી છે. સપનાએ 30 એપ્રિલના રોજ પોતાના ગુજરાત અને મહારાષ્ટ્રના મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, તેની ફેક પ્રોફાઈલ બનાવી તેને સોશિયલ મીડિયામાં કોલગર્લ તરીકે દર્શાવામાં આવી છે.સપનાની ફરિયાદ પર હાલ વર્સોવા પોલીસે ગુનો નોંધીને આ કૃત્ય કરનારા વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, સપના અને તનો પતિ હાલ અલગ રહે છે. જોકે, સપનાના પતિ રાજેશ ગોયલે દાવો કર્યો છે કે, હવે તે બંને મુંબઈમાં રહે છે અને તેણે જ સપનાને પોલીસ ફરિયાદ કરવા જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુહાના ખાનનો આ અવતાર જોશો પહેલીવાર