Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરત બન્યું ઇન્ટરનેશનલ એરપોર્ટ

સુરત બન્યું ઇન્ટરનેશનલ એરપોર્ટ
, શુક્રવાર, 22 ઑગસ્ટ 2014 (15:21 IST)
સુરતને ઇન્ટરનેશનલ ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવા માટેના અતિ મહત્વકાંક્ષી એસડીબી પ્રોજેક્ટ માટે જમીન ફાળવણીનો સૈધ્ધાંતિક નિર્ણય લઇ લેવાયો છે. આ તબક્કે ઇન્ટરનેશનલ બાયર્સ સીધા સુરત આવી શકે તે માટે ઇન્ટરનેશનલ એરકનેક્ટિવિટીની આવશ્યકતા રહે છે. આ ઉપરાંત સુરતથી સીધી જ પોલિશ્ડ ડાયમંડની નિકાસ થાય તથા રફ ડાયમંડની આયાત થઇ શકે તે માટે પણ સુરત એરપોર્ટ પર કસ્ટમ સહિતની સુવિધા વિકસાવવી જરૂરી છે. જે દિશામાં શહેરના ઉદ્યોગકારો, ટ્રેડ સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા રજૂઆત થતી રહી છે. દરમિયાન રાજ્ય સરકારે પણ સુરતને આંતરરાષ્ટ્રિય એરપોર્ટ મળે તે માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી હોવાનું નાણામંત્રી સૌરભભાઇ પટેલ સ્પષ્ટ કરી ચૂકયા છે.

નોંધનીય છે કે, સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ અને અમદાવાદમાં એરપોર્ટ ઓથોરિટીની ઓફિસ શરૂ કરવાની દિશામાં માર્ગ મોકળો થયો છે. રાજ્યના નાણામંત્રી સૌરભ પટેલે તેમની ત્રણ દિવસિય દિલ્હીની મુલાકાત દરમિયાન બપોરે એમ્પાવર્ડ કમિટીમાં જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના મુસદ્દા તથા કમિટી રિપોર્ટ્સ અંગે ચર્ચા કર્યા બાદ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સાથે બેઠક કરી હતી.

Share this Story:

Follow Webdunia gujarati