Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મને ભાભી ગમે છે... ભાભી મને સોંપી દો - 20 વર્ષીય યુવકનું 40 વર્ષીય ભાભી પર દિલ લાગ્‍યું

મને ભાભી ગમે છે... ભાભી મને સોંપી દો - 20 વર્ષીય યુવકનું 40 વર્ષીય ભાભી પર દિલ લાગ્‍યું
અમદાવાદ , રવિવાર, 27 ડિસેમ્બર 2015 (13:40 IST)
‘મને ભાભી ગમે છે. હું તેમને ચાહું છું. તેમની કિંમત આ કોરા ચેક ઉપર લખી દો અને ભાભી મને સોંપી દો...' કહીને માંડ 20 વર્ષના પડોશી યુવકે ધનાઢ્‍ય પરિવારના બિઝનેસમેનના હાથમાં ચેક મુકી દીધો. પોતાની ૪૦ વર્ષીય પત્‍ની માટે આ તદ્દન અભદ્ર દરખાસ્‍ત લઇને આવવાના પડોશી યુવકના દુઃસાહસથી સ્‍તબ્‍ધ થઇ ગયેલા બિઝનેસમેન તથા પરિવારજનોએ આ યુવકને ફટકાર્યો હતો. બંને પરિવાર વચ્‍ચે તકરાર બાદ મામલો પોલીસ મથકે પહોંચ્‍યો હતો પરંતુ બદનામીની બીકે પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્‍યું હતું. પોલીસે આ યુવકને પાઠ ભણાવ્‍યો છે અને સાથે સાથે તેની મનોચિકિત્‍સક પાસે સારવાર પણ શરૂ કરાવવામાં આવી છે.
 
   શહેરના પોશ વિસ્‍તારની વૈભવી સોસાયટીમાં રહેતો ધનાઢ્‍ય પરિવાર શહેરમાં ઘણા બિઝનેસ ધરાવે છે. પત્‍ની તથા બે તરૂણ વયના દીકરા સાથે રહેતા પરિવારના મોભી મોટાભાગે ધંધાના કામે ઘરની બહાર જ રહેતા જયારે બન્ને દીકરી ડે કેર સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા હોવાથી બિઝનેસમેનની ચાલીસી વટાવી ચૂકેલી પત્‍ની ઘરમાં એકલી જ હોય છે. નોકર-ચાકર ઘરનું કામ કરતા હોવાથી આખો દિવસ લગભગ ફ્રી રહેતી મહિલા એકલવાયાપણું ટાળવા માટે પડોશીઓ સાથે સાહજિક રીતે જ હળતીભળતી હતી. આ મહિલા પડોશીના ૨૦ વર્ષીય પુત્ર સાથે પણ અવારનવાર પડોશી સહજ મજાક- મસ્‍તી કરતી હતી. ક્‍યારેક પોતાની ખરીદી કરવા પણ તે યુવકને સાથે લઇ જતી હતી.
 
   વિજાતીય આકર્ષણમાં આ યુવક પડોશી ભાભીના આ વ્‍યવહારને પ્રેમ માની બેઠો હતો. કોઇ વખત તે દ્વિઅર્થી મજાક કરે ત્‍યારે ભાભી તેની વાત હસી કાઢતા હતા. જેને તે ભાભીનો રિસ્‍પોન્‍સ માની બેઠો હતો. ધીરે ધીરે યુવકે વધારે છૂટ લેવાની શરૂઆત કરી દીધી. ભાભી સમજી ગયા કે આ યુવકનો ઇરાદો કંઇક જુદો જ છે. તેમણે યુવક સાથેના સંબંધો કાપી નાંખ્‍યા. બીજી તરફ ભાભીએ વાત કરવાનું બંધ કરી દેતાં યુવક શોકમગ્ન થઇ ગયો હતો. તેણે ભાભીને મળવા પ્રયાસ કર્યા. ફોન કર્યા પણ કોઇ રિસ્‍પોન્‍સ ન મળ્‍યો. એક દિવસ તેણે ભાભીને રસ્‍તામાં અટકાવી કેમ દુર રહો છો/ પૂછતાં ભાભીએ તેને ધમકાવ્‍યો હતો સાથે પોતાના પતિને અને યુવકના ઘરે ફરિયાદ કરવાની ધમકી આપી હતી. રઘવાયો બનેલો યુવક બીજા દિવસે સવારે સીધો જ ભાભીના ઘરે કોરો ચેક લઇને પહોંચી ગયો હતો.
 
   બિઝનેસમેનના પુત્રએ ભાભીના પતિના હાથમાં કોરો ચેક પકડાવતાં કહ્યું. કે ‘મને ભાભી ગમે છે. આ કોરા ચેક ઉપર તેમની કિંમત લખી દો અને ભાભી મને સોંપી દો' તરત ભાભીના પતિએ યુવકને ફટકાર્યો. યુવાનના પરિવારજનો પણ દોડી આવ્‍યા અને ઝઘડો સ્‍થાનિક પોલીસ મથકે પહોંચ્‍યો હતો. જો કે બન્ને પરિવારે આબરૂ જવાના ડરે ફરિયાદ નોંધવાનુ ટાળ્‍યુ હતું

Share this Story:

Follow Webdunia gujarati