Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાવનગર પાસે બીજુ સાસણ ગીર બનશે

ભાવનગર પાસે બીજુ સાસણ ગીર બનશે
, શુક્રવાર, 27 જૂન 2014 (12:53 IST)
એશિયાટિક લાયન માટે વિશ્વપ્રસિદ્ધ સાસણગીર અભયારણ્યની જેમ ગુજરાત સરકારે ભાવનગર પાસે સિંહો માટે અભયારણ્ય શરૂ કરવા માટે કવાયત હાથ ધરી છે અને દરખાસ્ત મૂકવામાં આવી છે. બધું સુખરૂપ પાર પડે તો અગામી દિવસોમાં ભાવનગર પાસે સાસણ ગીર જેવું અભયારણ્ય બનશે.

સાસણ ગીર એ સિંહોના વસવાટનું મોટું સ્થળ છે. જોકે છેલ્લાં કેટલાંક વર્ષો દરમ્યાન ગીરના સિંહોએ ગીર અભયારણ્ય ઉપરાંત આસપાસના વિસ્તારોને પોતાનો રહેણાક વિસ્તાર બનાવી દીધો છે. બીજી તરફ ૨૦૧૦માં થયેલી વસ્તીગણતરી પ્રમાણે ગીરના જંગલમાં ૪૧૧ સિંહો છે એમાં છેલ્લાં ચાર વર્ષ દરમ્યાન વધારો થયો હોવાનું અનુમાન છે. સિંહો ગીરમાંથી સ્થળાંતર કરીને જૂનાગઢ, ખાંભા, મહુવા, પાલિતાણા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, બાબરા, લીલિયા, ભાવનગર સુધી પહોંચી ગયા છે. સિંહોની સલામતી અને એમને અનુકૂળ આવે એવી જગ્યાએ અભયારણ્ય શરૂ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

સાસણ ગીરના ડેપ્યુટી કન્ઝર્વે‍ટર ઑફ ફૉરેસ્ટ ડૉ. સંદીપકુમારે ને કહ્યું હતું કે ‘ભાવનગર પાસે સૅન્ક્ચ્યુઅરી માટે પ્રપોઝલ છે. ભાવનગરની આસપાસ ૩૩ જેટલા  સિંહો છે. ગીર ઉપરાંત ગીરની બહાર મહુવા, સાવરકુંડલા, ખાંભા, પાલિતાણા, રાજુલા, જાફરાબાદ, બાબરા, લીલીયા વિસ્તારોમાં ૧૦૪ જેટલા સિંહો છે.’

ગુજરાત સરકારના રાજ્યકક્ષાના વન અને પર્યાવરણપ્રધાન ગોવિંદ પટેલેને કહ્યું હતું કે ‘સૌરાષ્ટ્રના ધારી પાસે આવેલા ખોડિયાર ડૅમ પાસે અંદાજે ૧૨૦૦ હેક્ટરમાં સિંહો માટેનું અભયારણ્ય આગામી દિવાળી વેકેશનમાં ખુલ્લું મૂકવામાં આવશે.

ગોવિંદ પટેલે કહ્યું હતું કે ‘સાસણ ગીરમાંથી સિંહો ભાવનગર, અમરેલી, શેત્રુંજયના કાંઠે પહોંચી ગયા છે. એક અંદાજ પ્રમાણે ભાવનગર આસપાસ ૩૦થી ૩૫ સિંહો હશે. ભાવનગર પાસે સિંહો માટે અભયારણ્ય શરૂ કરવા માટે વિચારણા કરી રહ્યા છીએ. ધારીમાં ખોડિયાર ડૅમ પાસે આગામી દિવાળી વેકેશનમાં ગુજરાત સરકાર દ્વારા સિંહો માટેનું અભયારણ્ય ખુલ્લું મૂકવામાં આવશે.’

ધારીની આસપાસ ૫૦થી ૭૦ જેટલા સિંહો હશે. સાસણગીરમાં જેમ દેવણિયા પાર્ક છે એવી રીતે ધારીમાં પાર્ક બનશે જેમાં સહેલાણીઓ ટિકિટ લઈને સિંહનાં દર્શન કરી શકશે.

Share this Story:

Follow Webdunia gujarati