Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ગુજરાત ભાજપની બેઠકનો પ્રારંભ

જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ગુજરાત ભાજપની બેઠકનો પ્રારંભ
, શુક્રવાર, 12 ઑગસ્ટ 2016 (15:02 IST)
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ ભાજપની બેઠકનો પ્રારંભ થયો છે. જીતુ વાઘાણી પ્રદેશ ભાજપના પ્રમુખ બન્યા પછી તેમની અધ્યક્ષતામાં આજે પહેલી બેઠક મળી રહી છે. આ બેઠકમાં અત્યારે મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, ગોરધન ઝડફિયા સહિત પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત છે.આજની બેઠકમાં આગામી કાર્યક્રમોની રૂપરેખા ઘડવામાં આવશે. તેમજ સંગઠનની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત તિરંગા યાત્રા, યાદ કરો કુરબાની જેવા કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવશે. આગામી સમયમાં બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આવી રહ્યા છે, ત્યારે 19 તારીખે નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીના સન્માન સમારોહના કાર્યક્રમની રૂપરેખા ઘડવામાં આવશે.


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અમદાવાદમાં વરસાદ બાદ ભૂવા પડવાની 40થી વધુ ફરિયાદો નોંઘાઈ