Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મંદિરમાં ગોમાંસ મુકીને ISIS એ રમખાણો ભડકાવવાનુ ષડયંત્ર રચવાનો કર્યો પ્રયત્ન

મંદિરમાં ગોમાંસ મુકીને ISIS એ રમખાણો ભડકાવવાનુ ષડયંત્ર રચવાનો કર્યો પ્રયત્ન
નવી દિલ્હી. , ગુરુવાર, 30 જૂન 2016 (11:25 IST)
હૈદરાબાદમાં રાષ્ટ્રીય તપાસ એજંસી (એનઆઈએ)એ બુધવારે 9 સ્થાન પર તત્કાલ છાપામારી કરી. આ દરમિયાન ઈસ્લામિક આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથે સંબંધ રાખનારા પાંચ યુવાઓની ધરપકડ કરી. જ્યારે કે છ અન્યની ધરપકડ કરીને પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.  આઈએસ રમજાન મહિનામાં ચારમીનાર પાસે મંદિરમાં ગોમાંસ મુકીને રમખાણો ભડકાવવાનું ષડયંત્ર રચી રહ્યુ હતુ. 
 
એનઆઈએ બુધવારે કરેલી છાપામારીમાં ધરપકડ પામેલ યુવાઓ પાસેથી શક્તિશાળી બોમ્બ અને લગભગ 15 લાખ રૂપિયા કેશ પણ મળ્યા છે. તપાસ એજંસીએ ખુલાસો કર્યો છે કે આતંકી સંગઠનની યોજના હૈદરાબાદ શહેરને રમખાણોથી કંપાવવાની હતી. તેઓ શહેરના વીવીઆઈપી અને ભરચક વસ્તીવાળા વિસ્તારને નિશાન બનાવવા માંગતા હતા. પણ તેમનો મુખ્ય હેતુ શહેરમાં સદ્દભાવને બગાડવાનો અને રમખાણો ભડકાવવાનો હતો. આ માટે તેઓ ચારમીનાર પાસે આવેલ ભાગ્યલક્ષ્મી મંદિરમાં ગોમાંસ અને ભેંસનુ મીટ મુકવાના હતા. 
 
તપાસ એજંસી મુજબ આઈએસનો હૈદરાબાદથી ધરપકડ પામેલ યુવા આઈએસના હૈંડલર શફી અરમર સથે નિયમિત રૂપે સંપર્કમા6 હતો. આ યુવકો પર છેલ્લા 4-5 મહિનાથી એનઆઈએ નજર બનાવી રાખી હતી. એનઆઈએ 25 જૂનના રોજ યુવકોની ટેલિફોન પર થયેલ વાતચીત સાંભળ્યા પછી શંકાસ્પદોની ધરપકડ કરવાનો નિર્ણય કર્યો. એનઆઈના સૂત્રે જણાવ્યુ 'વાતચીત દરમિયાન એક શંકાસ્પદે બીજા વ્યક્તિ સાથે ફોન પર એ દિવસે ગાય અને ભેંસના માંસના ચાર-ચાર ટુકડા અને બીજા દિવએ ગોમાંસના સાત ટુકડા લાવવાનું કહ્યુ.'
 
સૂત્રએ જણાવ્યુ કે હુમલો આગામી થોડા દિવસોમાં થઈ શકતો હતો અને મોડ્યૂલ માટે ફંડ દુબઈના રસ્તે નીકળી ચુક્યુ હતુ. એનઆઈએ, આઈએસઆઈએસના હૈદારાબદ મોડ્યૂલના ભંડાફોડને મોટી સફળતા માની રહી છે. કારણ કે આ ભારતમાં આઈએસથી પ્રેરિત પ્રથમ મોટો આધુનિક હથિયારબંદ ગુટ છે.  જો કે  આ પહેલા રુડકીમાં મોડ્યૂલનો ભંડાફોડ થયો હતો. પણ તેમની પાસે મળેલ હથિયાર એટલા ચિંતાજનક નહોતા. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેન્દ્રિય કર્મચારીઓની સેલેરીમાં 23 ટકા સુધીના વધારાને મોદી કેબિનેટે મંજૂરી