Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભારતના કૈલાશ સત્યાર્થી અને પાક.ની મલાલાને શાંતિ માટે નોબલ પ્રાઈઝ પુરસ્કાર

ભારતના કૈલાશ સત્યાર્થી અને પાક.ની મલાલાને શાંતિ માટે નોબલ  પ્રાઈઝ પુરસ્કાર
નવી દિલ્હી , શુક્રવાર, 10 ઑક્ટોબર 2014 (18:12 IST)
. નોર્વેના પાટનગર ઓસ્લોમાં જુદી જુદી કેટેગરીમાં બહુચર્ચિત નોબલ પ્રાઈઝના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમા આજે નોબલ શાંતિ પુરસ્કારના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. નોબેલ કમિટિએ નોબલ શાનિત પુરસ્કર ભારતના કૈલાશ સત્યાર્થી અને પાકિસ્તાનના મલાલા યુસુફજહીને સંયુક્ત રીતે આપવાનો નિર્ણય કર્યો છે.  
 
જો કે આ દોડમાં એડવર્ડ સ્નોડન પોપ ફ્રેસિંસ પણ્હતા. આ વર્ષે નોબલ શાંતિ પુરસ્કાર માટે 278 નોમિનેશન કરાયા હતા. આ નોબેલ પ્રાઈસ વિજેતાઓને 1.1 મિલિયન ડોલર જેટલી રકમ ઈનામરૂપે આપવામાં આવશે. 
 
ભારતના કૈલાશ સત્યાર્થી 'બચપન બચાવો' નામની એક ગેર સરકારી સંગઠન અને બાળ મજુરી વિરૂધ પોતાનું અભિયાન ચલાવી રહ્યા છે. તો મલાલા યુસુફઝઇ પાકિસ્તાનના આદિવાસી વિસ્તારોમાં છોકરીઓ માટે શિક્ષણની ઝુંબેશ ચલાવી રહી છે, આ માટે આતંકવાદીઓની ગોળીનો નિશાન પણ બનવું પડ્યું છે.
 
આ બન્ને વ્યક્તિઓની પસંદગી 278 દાવેદારોના લિસ્ટમાંથી કરવામાં આવી હતી. નોબલ કમિટીએ આપેલી માહિતી પ્રમાણે આ લિસ્ટમાં 47 જેટલી સંસ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

Share this Story:

Follow Webdunia gujarati