Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અસમમાં ભાજપાની જીતથી અનેક લોકો થયા હેરાન - મોદી

અસમમાં ભાજપાની જીતથી અનેક લોકો થયા હેરાન - મોદી
નવી દિલ્હી. , શુક્રવાર, 20 મે 2016 (11:21 IST)
અસમમાં ભાજપાની જીતથી ઉત્સાહિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યુ કે જનાદેશ આ બતાવે છે કે લોકો પાર્ટીની વિકાસની વિચારધારાનુ સમર્થન કરી રહ્યા છે અને તેનાથી સામાન્ય માણસના વિકાસ માટે અને કામ કરનારી ઉર્જા મળશે.   તેમણે કહ્યુ કે અસમમાં પાર્ટીની જીત જે પૂર્વોત્તરના કોઈ રાજ્યમાં પાર્ટેની પહેલી જીત છે એ સ્પષ્ટ કરી આપ્યુ છે કે ભાજપાને દેશના બધા ભાગમાં લોકપ્રિય સ્વીકૃતિ મળી રહી છે.  જે લોકતંત્ર માટે શુભ સંકેત છે. 
 
ચૂટણી પરિણામોની સમીક્ષા માટે સંસદીય બોર્ડની બેઠકમાં ભાગ લેતા પહેલા મોદીએ અહી ભાજપા મુખ્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા અસમની જીતની તુલના જમ્મુ કાશ્મીરમાં મળેલી જીત સાથે કરી અને કહ્યુ કે આનાથી ઘણા લોકોને નવાઈ લાગી હશે. મતદાતાઓનો દિલથી આભાર માનતા તેમને કહ્યુ કે ચૂંટણી પરિણામ ભાજપા અને રાજગ માટે ખૂબ ઉત્સાહવર્ધક છે. તેમણે કહ્યુ, "ચૂટણી પરિણામોથી આ સાબિત થાય છે કે વિકાસની ભાજપાની વિચારધારા અને આમ આદમીના જીવનમાં ફેરફાર લાવવાના તેના અથાગ પ્રયાસો જનતાનુ પુર્ણ સમર્થન મળી રહ્યુ છે." પાર્ટી કાર્યકર્તાઓના ભારત માતાની જય ના ઉદ્દ્ઘોષ વચ્ચે મોદીએ કહ્યુ, "ભાજપાને ભારતના બધા ભાગમાં લોકપ્રિય સ્વીકૃતિ મળી રહી છે જે લોકતંત્ર માટે શુભ સંકેત છે. આ જન સમર્થનથી અમને વધુ ઉર્જા અને ઉત્સાહ મળશે." 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો અસમમાં કોંગ્રેસનુ 15 વર્ષનુ રાજ ખતમ કરનારા બીજેપી ઉમેદવાર સર્બાનંદ સોનોવાલ કોણ છે