Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદની મુલાકાતે આવેલા મુલાયમે મોદીના વખાણ કર્યા

અમદાવાદની મુલાકાતે આવેલા મુલાયમે મોદીના વખાણ કર્યા
, શનિવાર, 29 નવેમ્બર 2014 (17:14 IST)
અમદાવાદ ગુજરાતના પ્રવાસે આવેલા સમાજવાદી પક્ષના વડા મુલાયમ સિંહ યાદવે અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા જ મોદીબા ગુણગાન ગાવાનું શરૂ કરી દીધું હતું. તેમણે કહ્યું હતું કે મોદી મહેનત કરીને વડાપ્રધાન પદની ખુરશી સુધી પહોંચ્યા છે . હજુ  પણ  તેઓ મહેનત કરી રહ્યા છે. મુલાયમ યાદવ દીકરા અખિલેશ સાથે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્ય આ છે. 
 
વડોદરામાં એક યુવતીએ પોતાની જાતને વેચવા માટે ફેસબુક પર મૂકેલી જાહેરાત સંદર્ભે તેમણે કહ્યું હતું કે,આ દુર્ભાગ્યપૂર્ણ છે. આ માટે સરકાર પહેલ કરવી જોઈએ ગરીબોની મશ્કરી ન થાય તે સરકારે જોવું જોઈએ. 
 
લાલૂ અને મુલાયમ વેવાઈ બનશે . 
 
તેમણે અમદાવાદ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે , સમાજવાદી પક્ષની લોકપ્રિયતા હજુ પણ યથાવત છે. લોકસભા ચૂંટણી વખતે તેમણે ગરીબના ઘરમાં 15 લાખ પહોંચાડવાનું વચન આપ્યું હતું. આ વચનનું શું થયું તેમ હું તમારા માધ્યમથી પૂછવા માંગું છું. 
 
લોકસભા ચૂંટણી દરમિયાન મોદીએ લોકોને રોજગારીના સપના બતાવ્યા હતા. ચૂંટણીમાં જે વચનો આપવામાં આવ્યા તે પૂરાં થયા નથી. સમાજવાદી પાર્ટી છ મહિના સુધી આ મુદ્દે એક પણ શબ્દ બોલી નથી તેમ તેમણે ઉમેર્યું હતું. 

Share this Story:

Follow Webdunia gujarati