Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પીએમ નરેન્દ્ર મોદી સાથે 29-30 સપ્ટેમ્બરના રોજ ઓબામાની મુલાકાત થશે

પીએમ નરેન્દ્ર મોદી સાથે  29-30 સપ્ટેમ્બરના રોજ ઓબામાની મુલાકાત થશે
, મંગળવાર, 9 સપ્ટેમ્બર 2014 (13:11 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાને વ્હાઈટ હાઉસમાં 29 અને 30 સપ્ટેમ્બરના રોજ મળશે. વ્હાઈટ હાઉસના અધિકારીઓએ આ માહિતી આપી છે.  ગઈ મે માં થયેલ લોકસભા ચૂંટણી પછી મોદીની આ પ્રથમ અમેરિકી યાત્રા છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તાએ કહ્યુ કે બંને નેતાઓની વચ્ચે ખૂબ જ મહત્વના મુદ્દા પર વાતચીત થશ્સે. બંનેનેતા પરસ્પર હિતોને અનેક મુદ્દા પર વાતચીત કરશે જેથી બંને દેશો વચ્ચે ભાગીદારી વધે. 
 
તેમણે કહ્યુ કે બંબ્ને આર્થિક વિકાસ અને ભારત-અમેરિકા સુરક્ષા સહયોગ વધારવા પર વિચાર કરશે. જેનાથી બંને દેશ અને દુનિયાને દૂરગામી ફાયદા થશે. બંને નેતા ક્ષેત્રીય મુદ્દા પર પણ ચર્ચા કરશે. જેમા અફગાનિસ્તાન, સીરિયા અને ઈરાકનો સમાવેશ છે. આ ક્ષેત્રોમાં બંને દેશ હળીમળીને કામ કરી શકે છે. 
 
વ્હાઈટ હાઉસે કહ્યુ છે કે રાષ્ટ્રપતિ પીએમ મોદી સાથે કામ કરવા માંગે છે. જેથી ભારત-અમેરિકા રણનીતિક ભાગીદારીના વચન પૂરા કરી શકાય.  જેનો ફાયદો બંને દેશની જનતાને થશે. 
 
2005માં બુશ પ્રશાસને મોદીને અમેરિકાનો વીઝા આપવાની ના પાડી દીધી હતી. તેમના પર ગુજરાતના રમખાણો રોકવામાં નિષ્ફળ જવાનો આરોપ લગાવાયો હતો. પણ મોદીની જોરદાર જીત પછી અમેરિકી પ્રશાસને પોતાના વિચાર બદલ્યા છે અને તેમને માટે રેડ કાર્પેટ બિછાવી દીધી છે.  
 

Share this Story:

Follow Webdunia gujarati