Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેંસરનો સામનો કરી રહેલ માઈક્રોસોફ્ટના કો-ફાઉંડર પૉલ એલનનુ નિધન

કેંસરનો સામનો કરી રહેલ માઈક્રોસોફ્ટના કો-ફાઉંડર પૉલ એલનનુ નિધન
, મંગળવાર, 16 ઑક્ટોબર 2018 (10:43 IST)
માઈક્રોસોફ્ટના કો-ફાઉંડર અને અરબોના રોકાણ કરનારા રોકાણકાર પૉલ જી. એલનનુ સોમવારે 65 વર્ષની વયમાં નિધન થઈ ગયુ. તેઓ એક રીતે કેંસરનો સામનો કરી રહ્યા હતા.  પૉલ એલનની કંપની વલ્કન ઈંક  આ વિશે માહિતી આપી. કંપનીએ ટ્વીટ કરી જણાવ્યુ કે સિએટલમાં સોમવારે બપોરે તેનુ મોત થઈ ગયુ.   ફોર્બ્સના જણાવ્યા મુજબ તેમની કુલ સંપત્તિ 20.30 બિલિયન ડોલર હતી.
 
એલનનાં નિધન પર માઇક્રોસોફ્ટનાં હાલનાં CEO સત્યા નડેલાએ કહ્યું કે, એલને માઇક્રોસોફ્ટ અને ટેક્નોલોજી ક્ષેત્રે મોટુ યોગદાન આપ્યુ છે. નડેલાએ તેમ પણ ઉમેર્યુ કે, તેમણે એલન પાસેથી ઘણુ શીખ્યુ છે તે હમેશાં એક પ્રેરણામૂર્તિ રહ્યાં છે. માઇક્રોસોફ્ટનાં સહ સંસ્થાપકનાં રૂપમાં, પોતાનાં શાંત અને હમેશા કાર્યરત રૂપમાં, તેમણે એક જાદુઇ ઉત્પાદ, અનુભવ અને સંસ્થાન બનાવ્યું હતું. આમ કરવા દરમિયાન તેમણે દુનિયાને બદલી નાખી હતી.
 
ઉલ્લેખનીય છે કે પૉલ એલનને નૉન હૉજકિંસ લિમ્ફોમિયા હતો. આ એક પ્રકારનુ કેસર હોય છે. સૌ પહેલા 2009માં તેમને આ બીમારીની જાણ થઈ હતી. તેમને તેનો ઈલાજ કરાવ્યો હતો. જેને કારણે એ ઠીક પણ થઈ ગયો હતો. પણ હજુ બે મહિના પહેલા જ તેમણે જણાવ્યુ હતુ કે નવ વર્ષ જૂની બીમારી ફરીથી ઉભરાય ગઈ છે અને આ વખતે તેઓ તેનાથી બચી ન શક્યા. 
 
પૉલ એલને બિલ ગેટ્સ સાથે મળીને 1975માં માઈક્રોસોફ્ટ કોર્પની સ્થાપના કરી હતી. માઈક્રોસોફ્ટના સફળ થયા પછી બિલ ગેટ્સ અને પૉલ એલન અનેક પ્રકારના ચેરિટેબલ ટ્ર્સ્ટ ખોલ્યા અને વિવિધ ક્ષેત્રમાં અરબોની મદદ કરી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Whatsapp પર મોકલેલ મેસેજને ડિલીટ કરવા માટે કંપનીએ લગાવી આ શર્ત