આ 6 મહિનાની બાળકીના ઈંટરનેટ પર છે 7 લાખથી વધુ ફોલોઅર્સ, જાણો શુ છે રહસ્ય

મંગળવાર, 31 જુલાઈ 2018 (11:47 IST)
. સુંદર વાળ કોણે ન ગમતા હોય. પણ વાળને કારણે જાપાનની 6 મહિનાની એક બાળકી ઈંટરનેટ પર હંગામો મચાવી રહી છે. જી.. હા આ બાળકીનુ નામ ચાંકો છે અને આ પોતાના સુંદર વાળ માટે લોકોની પ્રથમ પસંદ બની છે. ચાંકોના ઈંસ્ટાગ્રમ પર 7,00,000  ફોલોઅર્સ છે અને રોજ તેના ફોલોઅર્સની સંખ્યા વધી રહી છે. 
ચાંકોના વાળને જોઈને બધા હેરાન છે. કારણ કે આ અગાઉ ક્યારેય કોઈ 6 મહિનાના બાળકીના આટલા ઘટ્ટ અને કાળા વાળ જોવા મળ્યા નથી. ડોક્ટરર્સનુ કહેવુ છેકે ચાંકોના જન્મ પછીથી જ તેના વાળ આટલા ઝડપથી વધી રહ્યા છે. 
જન્મ પહેલા માં ના ભ્રૂણમાં જ બાળકના વાળ ઝડપથી વધી રહ્યા હતા પણ જન્મ પછી બાળકના વાળ આટલા ઝડપથી નથી વધતા જેટલા ચાંકોના વધી રહ્યા છે.  જન્મ પછી પણ તેના વાળ ઝડપથી ગ્રોથ લઈ રહ્યા છે અને એ ખૂબ જ સુંદર, કાળા અને ઘટ્ટ છે. 
કારણ જે પણ હોય ચાંકોના વાળથી લઈને ઈંસ્ટાગ્રામ પર તેના અનેક ફેન બની ગયા છે અને સતત આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.  ચાંકોની મા પણ પોતાની પુત્રીની તસ્વીરોને ઈંસ્ટાગ્રામ પર શેયર કરે છે. ચાંકોની માં મોટાભાગ ખૂબસુરત હેયરબેંડ અને રિબનથી તેના વાળને સજાવીને વધુ ફોટાઓ ખેંચે છે. 


 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર

આગળનો લેખ ફીચર ફોનનો ગયો જમાનો, 501 રૂપિયામાં મળશે સ્માર્ટફોન અને બધા ફીચર્સ