Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દાંતને સુંદર અને ચળકાવતી અધતન ટેકનોલોજી

દાંતને સુંદર અને ચળકાવતી અધતન ટેકનોલોજી
, શનિવાર, 9 જાન્યુઆરી 2016 (18:08 IST)
સુંદર અને ચળકતા દાંત કોને ના ગમે..!! ૨૧મી સદીનાં મેડિકલે હરણફાળ ભરી છે. દાંતને ચળકાવતાં રાખવા એડવાન્સ ટેકનોલોજી આવી છે. આ ટેકનોલોજીમાં સિંગલ સિટિંગ આરસીટી, રીઆરસીટી, વિનિયર, બ્લીચિંગ, સિરામિક કવર, ટુથ જવેલરી, ટુથ ટેટુ તૂટેલા દાંતને કાઢયા વગર સારવાર, નવવધૂ–વર માટે સ્માઈલ ડીઝાઈનનો સમાવેશ થાય છે. દાંત અથવા તો આગળ એવું પણ કહી શકાય કે સ્માઈલ જેને નકારી ન શકાય. સુંદરતાનો એક એવો ભાગ છે કે જેના વગર બધુ વ્યર્થ. ઉદાહરણ તરીકે ફોટોગ્રાફર ફોટો પાડતી વખતે કહેશે કે સ્માઈલ પ્લીઝ, બસ સ્માઈલ ત્યારે જ સોહામણી અને સુંદર લાગશે જયારે દાંત સુંદર હશે.
 
દાંત આજના સમયમાં જરૂરિયાત છે. તેને સ્વસ્થ અને સુંદરતા અનિવાર્ય છે. અધતન ટેકનોલોજીએ અશકયને શકય બનાવ્યું છે. દાંત માટે શું શકય નથી એ જ એક પ્રશ્ન મોટો છે.
 
સિંગલ સિટિંગ રુટકેનાલ
 
સામાન્ય રીતે સૌના મોઢા પર હશે રુટકેનાલ. આ નોર્મલ પણ સ્માઈલનો એક અવિભાજય અગં છે. જો દાંત બચાવીશું તો જ તેના પર સુંદરતા લાવી શકશું.
 
તૂટેલા ભાંગેલા દાંતની કાઢયા વગર સારવાર
 
જો કોઈ અકસ્માત દરમિયાન દાંત તૂટી ગયો હોય (સામાન્ય રીતે આગળના દાંત તૂટતા હોય) અડધો ભાંગી ગયો અથવા અથડામણ પછી આખો દાંત થોડા વર્ષેા પછી કાળો અથવા ધેરો પીળાશ પડતો પડી જાય જેને અમે મેડિકલ ભાષામાં નિર્જીવ દાંત કહી શકાય. આવા દાંતને બચાવા માટે સૌ પ્રથમ રુટકેનાલ સારવાર કરવામાં આવે છે. પછી તેમાં યોગ્ય રીતે ડીઝાઈન કરેલો પોસ્ટ અથવા રેડીમેડ પોસ્ટમુકીને તેને સીલ કરવામાં આવે છે અને ત્યારબાદ સીમેન્ટ વડે દાંતને બધં કરવામાં આવે છે. યોગ્ય કવર આપવાથી (મેચિંગ) દાંતની સુંદરતા પાછી લાવી શકાય છે. 
 
આટલું યાદ રાખો:–
 
જો સારવાર નહીં કરો તો ભવિષ્યમાં રસીની ગાંઠ થાય અને દાંત ઢીલા પડી જવાની શકયતા રહે છે.
 
ટુથ બ્લીચિંગ
 
મેરેજ પ્રોફાઈલ માટે ખુબ જ લોકપ્રિય સારવાર છે. દાંતને સફેદ કરવા માટેની સારવાર છે. જેમાં નામ પ્રમાણે જ બ્લીચ કરવામાં આવે છે. પરંતુ આ દાંત માટે વપરાતું એક અલગ પ્રકારનું તત્વ હોય છે. બ્લીચિંગનાં બે પ્રકારે થાય (૧) કિલનિકમાં ચેરબ્લીચિંગ (૨) હોમ બ્લીચિંગ
(૧) ચેર બ્લીચિંગ 
 
આજકાલ અલગ અલગ કંપની બ્લીચિંગ પ્રોડકટ આપે છે. જેમાં બ્લીચિંગ પેસ્ટ બનાવીને દાંત પર લગાડવાની હોય છે અને બ્લીચિંગ લાઈટથી કયોર થાય છે. ત્યારબાદ તેને સાફ કરવામાં આવે છે અને પછી ફલોરાઈડ પેસ્ટથી પોલિસિંગ કરવામાં આવે છે. દાંતનાં સ્પેડથી ૨થી ૩ સેડ લાઈટર મેળવી શકાય છે.
 
(૨) નાઈટ ગાર્ડ બ્લીચ
 
આ પધ્ધતિમાં દર્દીનાં દાતની છાપ લેવાય છે. ત્યારબાદ તેની કાસ્ટ બનાવીને તેના માટે એક અધતન રબર જેવા મટિરિયલ્સથી છાપ બનાવાય છે. દર્દીને માપ સમજાવીને તે ગાર્ડમાં પેસ્ટ રાખીને મોઢામાં પહેરી રાત્રે સુવાની સલાહ અપાય છે. સવારે તેને કાઢી નાખવું. જો કે આમાં રીઝલ્ટ ચેરબ્લીચિંગથી ઓછા મળે છે.
 
ટુથ વિનિયર (દાંત પર સીમેન્ટ કે સિરામિકનું પડ ચડાવવું)
 
આજનાં યંગસ્ટર માટે ખુબજ લોકપ્રિય છે. આ સારવાર સામાન્ય રીતે આગળનાં દાંતને પસંદગી અપાય છે. જરૂરિયાત: દાંતમાં પીળા ખાડા (ફલોરાસીસ રોગ) વાંકાચુકા દાંત, વ્યસનના લીધે ડાઘા પડવાથી દાંત ખરાબ થવા.
વિનિયર બે પ્રકારના હોય
 
(૧) દાંત પર કમ્પોસીટ સીમેન્ટનું પડ ચડાવવું
 
સામાન્ય રીતે આગળના દાંતને થોડું આકાર આપીને દાંતનો જે શેડ હોય એ જ એકઝેટ મેળવવામાં આવે છે.
શેડ મેચ થયા પછી એ જ સિમેન્ટ દાંત પર લગાડીને તેને યુવી લાઈટસથી સેટ કરાય છે. માત્ર ૨૦થી ૩૦ સેકન્ડમાં એક દાંતની સારવાર પૂરી થાય છે અને સુંદરતા મેળવી શકાય છે.
 
(૨) સિરામિક વિનિયર
 
થોડી ખર્ચાળ પરંતુ અધતન સારવાર છે. દાંતનાં શેડ મુજબ આકાર આપીને તેના પર સિરામિકનું પડ ચડાવવામાં આવે છે. જેને એક વિશેષ પ્રકારના સિમેન્ટથી ચોંટાડવામાં આવે છે.
 
ફાયદાઓ: અત્યતં સુંદર લાગે છે. શેડ એકદમ મેચ આવે છે. કયારેય તેના પર ડાઘા કે કલરની અસર થતી નથી. વ્યસન કરતા માણસો માટે આશીર્વાદ રૂપ છે. 
 
(૩) ટુથ જવેલરી
 
ટુથ જવેલરી દાંત પર હીરો લગાડવો જેમાં અલગ અલગ કલર અને શેડ મળે છે.
ફાયદા: અત્યતં ઝડપી છે. કોઈ નુકસાન નથી. સરળતાથી કાઢી શકાય છે. યુવતીઓમાં લોકપ્રિય છે. હીરા સિવાય અમુક ઘણી વસ્તુઓ હવે ઉપલબ્ધ છે. અમુક પરિસ્થિતિ અને દર્દીના દાંતને ધ્યાનમાં રાખીને તેને જવેલરી આપી શકાય છે

Share this Story:

Follow Webdunia gujarati