Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

7 દિવસ સુધી ખાવ કાચું લસણ અને મધ, થશે આ ગજબના ફાયદા

7 દિવસ સુધી ખાવ કાચું લસણ અને મધ, થશે આ ગજબના ફાયદા
, બુધવાર, 28 ફેબ્રુઆરી 2018 (08:18 IST)
લસણ અને મધ એક ખૂબ જ જૂની દવા છે, જેને પહેલાના લોકો  મોટા-મોટા રોગો દૂર કરવા માટે ખાતા હતા. જો તમે હમેશા બીમાર રહો છો અને થાકના કારણે કોઈ કામમાં તમારુ મન નથી લાગતું તો એના સ્પષ્ટ અર્થ છે કે તમારુ ઈમ્યુન સિસ્ટમ નબળુ પડી ગયુ છે. 
જો ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય  તો માણસને  સેંકડો રોગ ઘેરે છે પણ શું તમે જાણો છો લસણ અને મધને એક સાથે મિક્સ કરી ખાવાથી એ એંટીબાયોટિકનું  કામ કરે છે. આ એક  પ્રકારનું સુપર ફૂડ છે. 
 
એને બનાવા માટે 2-3 જાડી લસણની કળીને હળવેથી દાબીને કૂટી લો અને પછી એમાં શુદ્ધ  મધ મિક્સ કરો. એને થોડીવાર માટે મૂકી દો, જેથી લસણમાં મધ સારી રીતે મિક્સ થઈ જાય. પછી એને સવારે ખાલી પેટ 7 દિવસ સુધી ખાવ અને પછી જુઓ કમાલ . 
webdunia
હમેશા કાચુ અને શુદ્ધ મધનો  પ્રયોગ કરો કારણકે આ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ એને ખાવાથી વજન પણ ઓછું થાય છે. હવે જાણો આ કાચુ લસણ અને શુદ્ધ મધ ખાવાના લાભ. 

ઈમ્યુનિટી વધારે 
webdunia
લસણ અને મધના મિશ્રણથી શક્તિ વધે  છે અને પછી આ ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે. ઈમ્યુન સિસ્ટમ મજબૂત થવાથી શરીર મૌસમની મારથી સેફ રહે  છે અને  કોઈ રોગ થતો નથી. 

દિલની સુરક્ષા કરે 
webdunia
આ મિશ્રણને ખાવાથી હૃદય સુધી જતી ધમનિઓમાં એકત્ર થયેલુ  વસા નિકળી જાય છે. જેનાથી લોહીનો  પ્રવાહ સારી રીતે હૃદય સુધી પહોંચી જાય છે. આનાથી હૃદયની સુરક્ષા થાય છે. 

ગળાની ખરાશ દૂર કરે 
webdunia
આ મિશ્રણને લેવાથી ગળાનું  સંક્રમણ દૂર થાય છે કારણ કે એમાં એંટી ઈંફ્લેમેટરી ગુણ છે. આ ગળાની ખરાશ અને સોજો ઓછો કરે છે. 

ડાયેરિયાથી બચાવે 
webdunia
જો કોઈને ડાયેરિયા થઈ રહ્યો હોય તો તેમને આ મિશ્રણ ખવડાવો. આથી પાચન તંત્ર  ઠીક થઈ જશે અને પેટનું સંક્રમણ મટી  જશે. 

શરદી-ખાંસીથી રાહત 
webdunia
એને ખાવાથી શરદી-ખાંસી સાથે સાઈનસની પ્રોબ્લેમ પણ ખૂબ ઓછી થઈ જાય છે.  આ મિશ્રણ શરીરની ગરમી વધારે છે અને રોગોને દૂર રાખે છે.

ફંગલ ઈંફેક્શનથી બચાવે 
webdunia
ફંગલ ઈંફેક્સ્શન શરીરના ઘણા ભાગો પર હમલા કરે છે  પણ એંટીબેક્ટીરિયલ ગુણોથી ભરેલું આ મિશ્રણ બેક્ટીરિયાને ખતમ કરી શરીરને બચાવે છે. 

ડીટોક્સ 
webdunia
આ એક પ્રાકૃતિક ડીટોક્સ મિશ્રણ છે. જેને ખાવાથી શરીરની ગંદકી  અને દૂષિત પદાર્થ બહાર નીકળી જાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હોળી સ્પેશ્યલ - ઠંડાઈ