ગરમીમા રાહત મેળવવા માટે કોલ્ડડ્રિંકને મોટાભાગે લોકો સૌથી સારુ ઓપ્શન માને છે. પણ હકીકતમાં પાણીથી સારુ ડ્રિંક બીજુ કોઈ નથી. ઉલ્લેખનીય છે કે પેય પદાર્થો ફક્ત સ્વાદમાં જ સારા હોય છે. શરીરને આ ફાયદો નહી પણ નુકશાન પહોંચાડે છે. આ ડ્રિંક્સ તરસ નથી છિપાવતા પણ બીમારીઓને આમંત્રણ આપે છે
કોલ્ડડ્રિંક બની શકે છે મોટી પ્રોબ્લેમ.
બજારમાં મળતા મોટાભાગના કોલા પેય પદાર્થોના વધુ સેવનથી શરીરમાં કેલ્શિયમની ઉણપ હોય છે. સાથે જ તેનાથી ગેસ અને એસીડીટીન્મી પ્રોબલેમ પણ હોઈ શકે છે. આ ઉપરાંત થોડા રિસર્ચમાં એવુ પણ માનવામાં આવ્યુ છે કે વધુ કોલ્ડ્રિંક્સ પીવાથી યુવતીઓની પ્રજનન ક્ષમતા પણ પ્રભાવિત થાય છે.
એનર્જી ડ્રિંક્સના નામે બેવકૂફ બનાવાય છે
ઉત્તેજના વધારનારા પીણાં - આજકાલ બજારમાં કેટલા એવા પેય પદાર્થ પણ છે જે યુવા વર્ગમાં ખૂબ વધુ લોકપ્રિય છે. આ બધી એનર્જી ડ્રિંક્સ દાવો કરે છે કે તે તમારા શરીરને ફીટ રાખશે. પણ હકીકત તો એ છે કોઈપણ રાસાયણિક પદાર્થ આવુ નથી કરી શકતો. આ પદાર્થોનુ સેવન લાંબા સમય સુધી કરવુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
શુ પીશો તો રહેશો હેલ્દી
- જમતી વખતે સંચળ અને જીરુ નાખીને છાશનુ સેવન કરો.
- રોજ એક ગ્લાસ લીંબૂ પાણી પીવો
- કોલ્ડ કૉફી અથવા કોલ્ડ-ટી પણ એક સારો વિકલ્પ છે. પણ વધુ પ્રમાણમાં બંને ન લેશો
- કેરીની કટ અને નારિયળ પાણી પણ ગરમીમાં તમારુ સ્વાસ્થ્ય સારુ રાખશે.